News of Wednesday, 14th August 2024
ડેડીયાપાડામાં ઝોલછાપ ડોક્ટરો પર પ્રતિબંધ મૂકવા આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર સુરક્ષા પરિષદની પ્રાંતને રજૂઆત
ગ્રામ્ય વિસ્તારોમાં પશ્ચિમ બંગાળ, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ સહિત અલગ અલગ રાજ્યો માંથી નકલી મેડિકલ તેમજ નકલી દવાઓ સહિત ડિગ્રી વગરના ડોક્ટરોનો ધંધો ધમધમે છે

(ભરત શાહ દ્વારા) રાજપીપળા:નર્મદા જિલ્લાના ડેડીયાપાડા તાલુકામાં અને ગ્રામ્ય વિસ્તારોમાં અનેક ગામડાઓમાં નકલી ઝોલાછાપ ડોક્ટરોનો રાફડો ફાટી નીકળ્યો છે, ત્યારે આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર સુરક્ષા પરિષદ નર્મદા જિલ્લા બોર્ડનાં ચેરમેન સર્જન વસાવા અને દક્ષિણ ગુજરાત ચેરમેન ડૉ.અશ્વિન વસાવાએ ટીમ સાથે ડેડીયાપાડા પ્રાંત અધિકારીને રજૂઆત કરી હતી.
ડેડીયાપાડાના ગામડાઓમાં પશ્ચિમ બંગાળ, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ સહિત અલગ અલગ રાજ્યો માંથી નકલી મેડિકલ તેમજ નકલી દવાઓ સહિત ડિગ્રી વગરના ડોક્ટરો કાર્યરત છે આવા નકલી ડોક્ટરોના લીધે માનવ જીવન ખતરામાં છે, ત્યારે એક્ષપાયરી તેમજ નકલી દવાઓ આપી અજ્ઞાન લોકોનાં સ્વાસ્થ્ય સાથે ચેડા કરવામાં આવી રહ્યા છે, જો સરકાર આવા નકલી ડોક્ટરોને છાવરતી હોય તો ઘણા ગ્રેજ્યુએટ યુવાનોને ગામે ગામ દવાખાના ખોલી દેવા માટે છૂટછાટ આપી દેવી જોઈએ જેથી બેરોજગારીનો પ્રશ્ન પણ હલ થઈ જાય, ત્યારે આવા નકલી ડોકટરો પર કાયદેસરની કાર્યવાહી કરી યોગ્ય પગલાં લેવામાં આવે તેવી આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર સુરક્ષા પરિષદની ટીમે લેખિતમાં રજૂઆત કરી હતી. હવે જોવું એ રહ્યું કે આ બાબતે આદિવાસી લોકોના સ્વાસ્થ્ય સાથે જે ચેડા થઈ રહ્યા છે એ બાબતે પ્રાંત અધિકારી નકલી ડોકટરો પર લગામ લગાવે છે કે કેમ
(12:07 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
