<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 14th August 2024

પુરવઠા દુકાનદારો પાસે એડવાન્સ પરમીટના રૂપિયા ભરાવતી સરકાર સમયસર જથ્થો નહિ આપતા હોવાની બૂમ

સામા તહેવારોમાં એડવાન્સ રૂપિયા ભરવા છતાં નર્મદા જિલ્લામાં દર મહિને સમયસર જથ્થો નહિ મળતા અને હાલમાં રક્ષાબંધન પર્વ આવતો હોવાના કારણે ગ્રાહકો અને દુકાનદારો વચ્ચે ચકમક

(ભરત શાહ દ્વારા) રાજપીપળા:હાલ રાંધણ છઠ બાદ હવે રક્ષાબંધનનો તહેવાર આવતો જોવા છતાં નર્મદા જિલ્લામાં સમયસર રેશનકાર્ડ પર મળતા અનાજ નો જથ્થો નહિ મળતાં ગરીબ વર્ગના લોકો મૂંઝવણ માં મુકાયા છે

    સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ સરકાર એક તરફ મહિનાની આખર તારીખોમાં પરમીટ ના એડવાન્સ રૂપિયા પુરવઠા દુકાનદારો પાસે ભરાવે છે અને જિલ્લાના દુકાનદારો સરકારના આ નિયમનું યોગ્ય પાલન પણ કરે છે પરંતુ બીજી બાજુ ગાંધીનગર નિગમ માંથી આવતો પુરવઠાનો જથ્થો સમયસર નહિ આવતા સ્થાનિક અધિકારીઓ કે અન્ય કર્મચારીઓ દુકાનદારો ને માલ ક્યાંથી આપશે..? સરકાર જો એડવાન્સ રૂપિયા લઈ દુકાનદારોને રાહ જોવડાવે છે તો તેની સામે મોટા તહેવારો સમયે સમયસર જથ્થો પણ આપવો જ જોઈએ પરંતુ આ સિસ્ટમ જાણે બંધ જ કરી દીધી હોય એમ એક પણ મહિનામાં સમયસર જથ્થો મળતો નથી
આગામી ગણતરીના દિવસોમાં રક્ષાબંધન નો મોટો પર્વ આવે છે માટે મધ્યમ અને ગરીબ વર્ગ ના કાર્ડ ધારકો ઘઉં, ચોખા, ખાંડ, તેલ સહિતની વસ્તુઓની વહેલી મળે તેવી રાહ જોઈ બેઠા છે પરંતુ આજે ૧૩ તારીખ થવા છતાં હજુ રાજપીપળા ખાતે અનાજ નો જથ્થો એકપણ દુકાનદાર ને મળ્યો નથી, નિયમોનુસાર અનાજ આવ્યા બાદ તેને લેબ. ટેસ્ટમાં મોકલવાનું હોય છે પરંતુ અનાજ મોડું આવતા અને લેબ. ટેસ્ટ માં મોકલતા ગ્રાહકોને સામા તહેવારે પણ અનાજ મોડું મળે છે, ગ્રાહકો અને પુરવઠા ના દુકાનદારો વચ્ચે અનાજ બાબતે ચકમક પણ થાય છે માટે સરકાર આ માટે યોગ્ય આયોજન કરે તે જરૂરી છે.

(12:08 AM IST)