<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 14th August 2024

ગુજરાતમાં શંકાસ્પદ ચાંદીપુરાનો કોઈ નવો કેસ નહીં :હાલ 6 બાળ દર્દી સારવાર હેઠળ

રાજ્યમાં વાયરલ એન્કેફેલાઇટીસના 06 દર્દી દાખલ: 84 દર્દીઓને રજા અપાઈ

અમદાવાદ : રાજ્યમાં ચાંદીપુરા વાઇરસની સ્થિતિ સ્થિર થતી જોવા મળી રહી છે, કારણ કે આજે રાજ્યમાં એક પણ નવો શંકાસ્પદ કેસ સામે નથી આવ્યો. રાજ્યમાં શંકાસ્પદ ચાંદીપુરા વાઇરસના કેસની સ્થિતિ ગઈકાલ મુજબ યથાવત રહી છે.

અત્યારે રાજ્યમાં વાયરલ એન્કેફેલાઇટીસના કુલ-163 કેસો છે. જે પૈકી સાબરકાંઠા-16, અરવલ્લી-08, મહીસાગર-04, ખેડા-07, મહેસાણા-10, રાજકોટ-07, સુરેન્દ્રનગર-06, અમદાવાદ કોર્પોરેશન-12, ગાંધીનગર- 08, પંચમહાલ-16, જામનગર-08, મોરબી-06, ગાંધીનગર કોર્પોરેશન-03, છોટા ઉદેપુર-02, દાહોદ-04, વડોદરા-09, નર્મદા-02, બનાસકાંઠા-07, વડોદરા કોર્પોરેશન-02, ભાવનગર-01 દેવભૂમિ દ્વારકા-02, રાજકોટ કોર્પોરેશન-04, કચ્છ-05, સુરત કોર્પોરેશન-02, ભરૂચ-04, અમદાવાદ-02, જામનગર કોર્પોરેશન-01, પોરબંદર- 01, પાટણ-01, ગીર સોમનાથ-01, અમરેલી-01 તેમજ ડાંગ-01 શંકાસ્પદ કેસો મળેલ છે.
આ તમામ પૈકી સાબરકાંઠા-06, અરવલ્લી-03, મહીસાગર-03, ખેડા-04, મહેસાણા-05, રાજકોટ-03, સુરેન્દ્રનગર-03, અમદાવાદ કોર્પોરેશન-03, ગાંધીનગર-02, પંચમહાલ-07, જામનગર-01, મોરબી-01, દાહોદ- 03, વડોદરા-02, બનાસકાંઠા-02, દેવભૂમિ દ્વારકા-01, રાજકોટ કોર્પોરેશન-01, કચ્છ-04, સુરત કોર્પોરેશન-02, ભરૂચ-01, અમદાવાદ-01, પોરબંદર-01 તેમજ પાટણ-01 જીલ્લા/કોર્પોરેશનમાંથી ચાંદીપુરા કુલ-60 કેસ પોઝિટિવ મળેલ છે.

ગુજરાત રાજ્યના વાયરલ એન્કેફેલાઇટીસના કુલ-163 કેસો પૈકી સાબરકાંઠા-05, અરવલ્લી-03, મહીસાગર- 02, ખેડા-02, મહેસાણા-05, રાજકોટ-04, સુરેન્દ્રનગર-02, અમદાવાદ કોર્પોરેશન-06, ગાંધીનગર-03, પંચમહાલ-07, જામનગર-04, મોરબી-05, ગાંધીનગર કોર્પોરેશન-02, દાહોદ-03, વડોદરા-04, નર્મદા-01, બનાસકાંઠા-04, વડોદરા કોર્પોરેશન-01, દેવભૂમિ દ્વારકા-01, કચ્છ-04, સુરત કોર્પોરેશન-01, ભરૂચ-01, જામનગર કોર્પોરેશન-01, પાટણ-01 તેમજ ગીર સોમનાથ-01 એમ કુલ-73 દર્દીઓ મૃત્યુ પામેલ છે.

ગુજરાત રાજ્યના વાયરલ એન્કેફેલાઇટીસના 06 દર્દી દાખલ છે તથા 84 દર્દીઓને રજા આપેલ છે.

રાજસ્થાનના કુલ-07 કેસો પૈકી 01 કેસ પોઝીટીવ મળેલ છે જેમાં-04 દર્દી દાખલ છે તેમજ-03 દર્દી મૃત્યુ પામેલ છે. તથા મધ્ય પ્રદેશનાં -06 કેસો જેમાં -02 દર્દી દાખલ છે તેમજ -02 દર્દી મૃત્યુ પામેલ તથા -02 દર્દીને રજા આપેલ છે. તેમજ મહારાષ્ટ્રનો -01 કેસ જેમાં -01 દર્દી દાખલ છે.

આરોગ્યની ટીમ દ્વારા પોઝીટીવ અને શંકાસ્પદ મળેલ દર્દીના ઘર અને આસપાસનાં વિસ્તારના ઘરો મળીને કુલ 53,819 ઘરોમાં સર્વિલન્સની કામગીરી કરવામાં આવેલ છે.

આરોગ્યની ટીમ દ્વારા પોઝીટીવ અને શંકાસ્પદ મળેલ દર્દીના ઘર અને આસપાસનાં વિસ્તારના ઘરો મળીને કુલ 53,819 ઘરોમાં સર્વિલન્સની કામગીરી કરવામાં આવેલ છે.

વાયરલ એન્કેફેલાઇટીસના પોઝીટીવ કેસો મળેલ તાલુકાના તમામ ગામોના તમામ કાચા ઘરોમાં તાત્કાલિક મેલેથિયોન પાવડરથી ડસ્ટિંગ/સ્પ્રેઈંગ કામગીરી ઘનિષ્ઠ તથા ઝડપી કરવા જણાવવામાં આવ્યું. વધુમા વાહજ જન્ય રોગ અટ્કાયતી પગલા લેવા તમામ જિલ્લાઓમા જણાવવામાં આવ્યું.

કુલ 7,46,866 કાચા ઘરોમાં મેલેથિયોન પાવડરથી ડસ્ટિંગ કામગીરી કરવામાં આવેલ છે.

કુલ 1,54,967 કાચા ઘરોમાં સ્પ્રેઇંગ કામગીરી કરવામાં આવેલ છે.

કુલ 31,511 શાળામાં મેલેથિયોન પાવડરથી ડસ્ટિંગ અને કુલ 8,377 શાળામાં સ્પ્રેઇંગ કામગીરી કરવામાં આવેલ છે.

કુલ 36,091 આંગડવાડીમાં મેલેથિયોન પાવડરથી ડસ્ટિંગ અને કુલ 8,423 આંગડવાડીમાં સ્પ્રેઇંગ કામગીરી કરવામાં આવેલ છે.

(12:21 AM IST)