News of Wednesday, 14th August 2024
રાષ્ટ્રપતિ ભવનના સાંસ્કૃતિક કાર્યક્રમમાં દિલીપ સંઘાણીને નિમંત્રણ

રાજકોટ તા. ૧૪ : કાલે સ્વતંત્ર દિવસ નિમિતે ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા ઇફકો અને એન.સી.યુ.આઇ.ના ચેરમેન સહકારી અગ્રણી દિલીપભાઇ સંઘાણીને રાષ્ટ્રપતિ ભવનમાં યોજાનાર સાંસ્કૃતિક કાર્યક્રમમાં નિમંત્રણ મળેલ છે. દેશના વિભિન્ન ભાગોમાંથી અલગ-અલગ કૃતિ રજૂ કરવામાં આવે છે તેમજ જે તે રાજ્યના સાંસ્કૃતિક અને ભૌગોલિક પરિસ્થિતિ અનુસાર કલ્ચર ઇવેન્ટ્સ પણ રાખવામાં આવે છે, સ્વાતંત્ર્ય દિવસ નિમિતે દેશના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા અમરેલી જિલ્લાના શ્રી દિલીપભાઇ સંઘાણીને ઉપસ્થિત રહેવા ખાસ નિમંત્રણ પાઠવેલ છે તેમ તેમના કાર્યાલયની યાદીમાં જણાવાયું છે.
(12:03 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
