તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 14th August 2024
રાજકોટ શહેરના ડીસીપી સજ્જનસિંહ પરમાર અને એસીબીના ઇન્ચાર્જ મદદનીશ નિયામક કે.એચ.ગોહિલ સહિત ૨૦ને રાષ્ટ્રપતિ ચંદ્રક
વડોદરા, અમદાવાદ અને સુરત સહિત પડકારજનક કામગીરી કરનાર આઇપીએસ સજ્જનસિંહ પરમારને લોકો આજે પણ ભૂલ્યા નથી :રાજકોટ ગેમઝોન કાંડ પગલે એસીબી વડા દ્વારા ખાસ રાજકોટ મોકલાયેલા કૃષ્ણકુમારસિંહ ગોહિલે કાબિલેદાદ કામગીરી બજાવી સૌરાષ્ટ્રની આન બાન શાન વધારી છેઃ આઇપીએસ અશોક મુનિયા અને આઇપીએસ રાજેન્દ્રસિંહ ચૂડાસમાની પણ કામગીરીની નોંધ લેવાઇ

રાજકોટ તા.૧૪: સ્વાતંત્ર સંધ્યા પૂર્વે યશસ્વી કામગીરી બદલ ગુજરાતના હોનહાર અને યશસ્વી કામગીરી બદલ રાજકોટના ડીસીપી સજ્જનસિંહ પરમાર અને રાજકોટ એસીબી એકમના કાર્યદક્ષ મદદનીશ નિયામક કૃષ્ણકુમારસિંહ ગોહિલ સહિત ૨૦ની રાષ્ટ્રપતિ ચંદ્રક માટે પસંદગી થયેલ છે, જેમાં આર્મ્સ યુનિટના અશોક મુનીયા અને રાજેન્દ્રસિંહ ચુડાસમાનો સમાવેશ થાય વિશાળ શુભેચ્છકોમાં હર્ષ ફેલાયો છે.
નામ પ્રમાણે જ ગુણ ધરાવતા રાજકોટના ડીસીપી સજ્જનસિંહ પરમારે ડીવાયએસપી લેવલે જામનગર રાધનપુર ખાતે યશસ્વી ફરજ સાથે વડોદરા જેવા કોમી સંવેદનશીલ વિસ્તારમાં હોય કે અમદાવાદના ખૂબ મુશ્કેલ વિસ્તાર સાથે સુરત અને બોટાદ ખાતે ખૂબ સારી ફરજ બજાવી છે.
બોર્ડર એકમ ભુજમાં ફરજ બજાવતા અને રાજકોટ ગેમઝોંનની અરેરાટીભરી ઘટના સંદર્ભે આરોપીઓની મિલકત ખૂબ કાળજીથી શોધી કાઢવા તથા આવા અધીકારીઓને જેલ ભેગા કરવા તેમને એસીબી વડા શમશેર સિંઘ દ્વારા કૃષ્ણકુમારસિંહ ગોહિલને ખાસ રાજકોટ મુકાયા છે. કે.એચ.ગોહીલ ડીવાયએસપી પીએસઆઇ ૨૦૦૧ બીલખા, ઉના (સિંહના શિકારી શોધવામાં મહત્વની ભૂમિકા) અમદાવાદ ગ્રામ્ય એલસીબી (અનેક આંતર રાજ્ય ગુનાઓની શોધવાની કામગીરી) રાજકોટ ગ્રામ્ય એલસીબી (અનેક આંતર રાજ્ય ગુનાઓની શોધવાની કામગીરી) એટીએસ, એસીબી, ખેત તલાવડી, રાજકોટ ટીઆરપી થોડા સમય પહેલા ડીજી ડીસ્ક મળી હતી. તેમણે ઉકેલેલ એક ભેદભરમવાળા હત્યા કેસની નોંધ ક્રાઇમ પેટ્રોલ સિરીઝમાં લેવાઈ હતી, અન્ય નામ આ મુજબ છે.
(૧) અશોકકુમાર મહેન્દ્રભાઇ મુનિયા, કમાન્ડન્ટ, (૨) રાજેન્દ્રસિંહ વખતસિંહ ચુડાસમા, કમાન્ડન્ટ (૩) સંજયસિંહ વાજાભાઇ પરમાર (સુપ્રિટેન્ડેન્ટ ઓફ પોલીસ) (૪) બિપીન ચંદુલાલ ઠાકર (ડેપ્યુટી સુપ્રિટેન્ડેન્ટ ઓફ પોલીસ) (૫) દિનેશભાઇ જીવનભાઇ ચૌધરી (ડેપ્યુટી સુપ્રિટેન્ડેન્ટ ઓફ પોલીસ) (૬) નિરવસિંહ પવનસિંહ ગોહિલ (આસીસ્ટન્ટ કમિશ્નર ઓફ પોલીસ) (૭) ક્રિશ્નકુમારસિંહ હિંમતસિંહ ગોહિલ (ડે.સુપ્રીટેન્ડેન્ટ ઓફ પોલીસ) (૮)જુગલકુમાર ધનવંતકુમાર પુરોહીત (ડે.સુપ્રિટેન્ડેન્ટ ઓફ પોલીસ) (૯) કરણસિંહ ધનબહાદુરસિંહ પંથ (સબ ઇન્સ્પેકટર) (૧૦) હરસુખલાલ ખિમાભાઇ રાઠોડ (આસી.સબ ઇન્સ્પેકટર) (૧૧) અશ્વિનકુમાર અમૃતલાલ શ્રીમાળી (સબ ઇન્સપેકટર) (૧૨) વિજયકુમાર નટવરલાલ પટેલ (આસી.સબ ઇન્સપેકટર) (૧૩) બશીર ઇસ્માઇલ મુદરક (આસી. સબ ઇન્સ્પેકટર) (૧૪) ઇશ્વરસિંહ અમરસિંહ સીસોદીયા (સબ ઇન્સ્પેકટર) (૧૫) રમેશભાઇ કિશોરભાઇ પટેલ (હેડ કોન્સ્ટેબલ) (૧૬) કિશોરસિંહ શેતાનસિંહ સીસોદીયા (સબ ઇન્સ્પેકટર) (૧૭) પ્રકાશભાઇ દિતાભાઇ પટેલ (આર્મ્ડ પોલીસ સબ ઇન્સ્પેકટર) (૧૮) મહીપાલ સુરેશભાઇ પટેલ (હેડ કોન્સ્ટેબલ) (૧૯) ધર્મેન્દ્રસિંહ છત્રસિંહ વાઘેલા (સબ ઇન્સ્પેકટર). (૨૨.૩૦)
(2:47 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
