<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 14th August 2024

PSI તથા લોકરક્ષક ભરતી માટે ઉમેદવારો માટે ભરતીની અરજી કરવા માટે પોર્ટલ 26 ઓગસ્ટ થી 9 સપ્ટેમ્બર સુધી ખુલ્લું રહેશે : ગુજરાત પોલીસ ભરતી બોર્ડ અધ્યક્ષ હસમુખ પટેલ દ્વારા જાહેરાત

ચોમાસા પછી શારીરિક પરીક્ષા લેવાશે : OMR લેખિત પરીક્ષા પદ્ધતિ દ્વારા જ પરીક્ષા લેવામાં આવશે : ગુજરાત પોલીસમાં જોડવા માટેની તૈયારી કરી રહેલા ઉમેદવારો ઓનલાઈન અરજી કરી શકશે

રાજકોટ તા.૧૪ : PSI તથા લોકરક્ષક ભરતીને લઈ મહત્ત્વના સમાચાર સામે આવ્યા છે. ઉમેદવારો માટે ભરતીની અરજી કરવા માટે પોર્ટલ 26 ઓગસ્ટ થી 9 સપ્ટેમ્બર સુધી ખુલ્લું રહેશે.

ગાંધીનગર: ગુજરાત પોલીસમાં જોડવા માટે ઇચ્છુક અને આ માટે તૈયારી કરી રહેલા ઉમેદવારો માટે મોટી ખુશખબરી સામે આવી છે. PSI કેડરમાં વિવિધ પદો માટે તથા લોકરક્ષક દળમાં ભરતી માટેની જાહેરાત કરવામાં આવી છે. ગુજરાત પોલીસ ભરતી બોર્ડ અધ્યક્ષ હસમુખ પટેલ દ્વારા આની જાહેરાત કરવામાં આવી છે.

ભરતી માટે ઉમેદવારોને વધુ એક તક મળશે. ગુજરાત પોલીસમાં જોડવા માટેની તૈયારી કરી રહેલા ઉમેદવારો ઓનલાઈન અરજી કરી શકશે. ઓનલાઈન અરજી કરવા માટે પોર્ટલ 26 ઓગસ્ટથી ખુલશે. PSI તથા લોકરક્ષક દળમાં ભરતી માટે અરજી કરવા માટે પોર્ટલ 26 ઓગસ્ટથી 9 સપ્ટેમ્બર સુધી ખુલ્લું રહેશે. મળતી માહિતી અનુસાર, ચોમાસા પછી શારીરિક પરીક્ષા લેવાશે. 

 

ગુજરાત પોલીસ ભરતી બોર્ડ અધ્યક્ષ હસમુખ પટેલ દ્વારા જાહેરાત કરવામાં આવી છે. માહિતી અનુસાર, OMR લેખિત પરીક્ષા પદ્ધતિ દ્વારા જ પરીક્ષા લેવામાં આવશે. પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષ હસમુખ પટેલએ સ્પષ્ટતા કરી કે નવી CBRT પરીક્ષા પદ્ધતિનો ઉપયોગ નહીં કરવામાં આવે.

(3:18 PM IST)