<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 14th August 2024

માધ્‍યમિક શિક્ષણ બોર્ડના ૯ સભ્‍યોની તા. ૨૪ સપ્‍ટે. ચૂંટણી : ૮૦ હજાર મતદારો

તા. ૨૦ ઓગષ્‍ટથી ઉમેદવારીપત્રો ભરાશે : તા. ૨૬ સપ્‍ટે. પરિણામ

રાજકોટ તા. ૧૪ : ગુજરાત માધ્‍યમિક અને ઉચ્‍ચત્તર માધ્‍યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ૯ સભ્‍યો માટે ચૂંટણીનું જાહેરનામુ પ્રસિધ્‍ધ કરવામાં આવતા શાળાકક્ષાએ ચૂંટણીનો માહોલ જામશે.

ગુજરાત માધ્‍યમિક અને ઉચ્‍ચત્તર માધ્‍યમિક શિક્ષણ બોર્ડની ચૂંટણી માટે તા. ૨૦ ઓગષ્‍ટથી ઉમેદવારીપત્રો ભરાશે. તા. ૨૬ સપ્‍ટે.ના મતગણતરી હાથ ધરાશે. ઉમેદવારી પત્રો જે તે જિલ્લા શિક્ષણાધિકારી કચેરી તેમજ શિક્ષણ બોર્ડની કચેરી ખાતે તા. ૨૦ થી ૨૧ ઓગષ્‍ટ દરમિયાન મળી રહેશે.

શિક્ષણ બોર્ડના ૯ સભ્‍યોની ચૂંટણી વિવિધ વિભાગોમાંથી થશે. જેમાં શાળા સંચાલક, શાળા આચાર્ય, ઉચ્‍ચત્તર માધ્‍યમિક શિક્ષક, માધ્‍યમિક શિક્ષક, બી.એડ. કોલેજના પ્રિન્‍સીપાલ, વાલી મંડળ, કારકુન, પટાવાળા, સરકારી શિક્ષક સહિત ૯ બેઠકોના સભ્‍ય ચૂંટણી લડશે.

શિક્ષણ બોર્ડના ૯ સભ્‍યો માટે ચૂંટણી માટે મતદાર તૈયાર કરવામાં આવી છે. શિક્ષણ બોર્ડમાં ચૂંટણીમાં ૮૦ હજાર જેટલા મતદારો નોંધાયા છે.

 

(4:00 PM IST)