News of Wednesday, 14th August 2024
ગુજરાતમાં મેઘરાજાનું જોર ઘટયું : ઝાપટાથી માંડીને ૧ ઇંચ છેલ્લા ર૪ કલાકમાં ૯ર તાલુકામાં વરસાદ વરસ્યો

અમદાવાદ, તા. ૧૪ : ગુજરાતમાં છેલ્લા ૨૪ કલાકમાં ૯૨ તાલુકામાં મેઘમહેર થઈ છે. મેઘરાજા રાજ્યમાં ધીમી બેટિંગ કરી રહ્યા છે. બનાસકાંઠાના અમીરગઢમાં જ માત્ર ૧ ઈંચ કરતા વધુ વરસાદ નોંધાયો છે. જાણો કયાં તાલુકામાં કેટલો વરસાદ વરસ્યો છે.
હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, આજે બનાસકાંઠા, સાબરકાંઠા, ભરૂચ, સુરત, નવસારી અને વલસાડમાં ભારે વરસાદના પગલે યલો એલર્ટ અપાયું છે. આ ઉપરાંત ડાંગ, તાપી, નર્મદા, છોટા ઉદેપુર, દાહોદ, મહીસાગર, પંચમહાલ, વડોદરા, આણંદ, ખેડા, અરવલ્લી, ગાંધીનગર, અમદાવાદ, મહેસાણા, પાટણ, સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદર, દેવભૂમિ દ્વારકા, જામનગર, રાજકોટ, મોરબી અને કચ્છમાં હળવોથી મધ્યમ વરસાદ થઇ શકે છે.
(4:04 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
