<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 14th August 2024

અખંડ ભારત સ્થાપના દિવસ નિમિત્તે રાજપીપલા ખાતે મસાલ રેલી નિકળી

રેલી રાજપીપળા શહેરમાં ટાઉનહોલ થી સ્ટેશન રોડ સફેદ ટાવર થઈને નંદરાજાના સ્ટેચ્યુ સુધી કાઢવામાં આવી

રાજપીપળા : વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ દ્વારા નર્મદા જિલ્લામાં 14 ઓગસ્ટના રોજ અખંડ ભારત સ્થાપના દિવસ નિમિત્તે રાજપીપલા ખાતે મસાલ રેલી નું આયોજન રાખવામાં આવ્યું, પહેલા ટાઉનહોલમાં દરેક કાર્યકર અને હિન્દુ દેશભક્તો દ્વારા દેશભક્તિ ના ગીતો ગાઇ ત્યારબાદ સાંજે 6:00 વાગે મસાલ રેલી કાઢવામાં આવી આ રેલી રાજપીપળા શહેરમાં ટાઉનહોલ થી સ્ટેશન રોડ સફેદ ટાવર થઈને નંદરાજાના સ્ટેચ્યુ સુધી કાઢવામાં આવી જેમાં વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ ના કાર્યકરો સાથે ધારાસભ્ય ડો.દર્શનાબેન દેશમુખ, પાલિકા પ્રમુખ ધર્મિષ્ઠાબેન પટેલ સહિતનાઓ હાજર રહ્યા હતા.(ભરત શાહ, રાજપીપળા)

(10:36 PM IST)