<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 14th August 2024

કેવડિયામાં બે યુવાનોને મોતને ઘાટ ઉતારનાર એજન્સીના માલિક વિરૂદ્ધ કાર્યવાહી કરવા MLA ને આવેદન

સમસ્ત તડવી સમાજ દ્વારા અપાયેલા આવેદનમાં ટ્રાઈબલ મ્યુઝિયમ બનાવતી એજન્સીના માલીક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા માંગ કરાઇ:ધાસભ્ય ડો.દર્શનાબેન દેશમુખ, જિલ્લા.કલેકટર અને જિલ્લા પોલીસ વડાને રજૂઆત કરાઈ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા:નર્મદા જિલ્લાના કેવડીયા ખાતે બે યુવાનો ને મોતને ઘાટ ઉતારવાની ઘટના માં એજન્સીના માલિક વિરૂદ્ધ પણ કાર્યવાહી કરવા તડવી સમજે આવેદનપત્ર આપ્યું છે
   સમસ્ત તડવી સમાજના આવેદનમાં જણાવ્યા મુજબ તા. ૦૬/૦૮/૨૦૨૪નાં રોજ રાત્રીના સમયે નર્મદા જિલ્લાના કેવડિયા ખાતે ટ્રાયબલ મ્યુઝિયમ બનાવવાનો કોન્ટ્રાકટ લીધેલ વિદેશી એજન્સીના માલીકના ઈશારે તેમના માણસો દ્વારા બે યુવાનોને અમાનવીય રીતે ચોરીની આશંકા રાખી બેરહેમી પૂર્વક માર મારી મોતને ઘાટ ઉતારેલ છે. મૃતક સ્વ. જયેશભાઈ શનાભાઈ તડવી અને સ્વ. સંજયભાઈ ગજેન્દ્રભાઈ તડવી નાઓને જાનથી મારી નાખવામાં આવેલા,  બહારથી આવેલા વિદેશીઓ દ્વારા મ્યુઝિયમ બનાવવાનો કોટ્રાકટ લેનાર ભારતભુમિની જમીન ઉપર ભારત સરકારની પરવાનગી સિવાય આ દેશમાં ઘુસણખોરી કરેલ છે.
મુળ નિવાસી આદિવાસીઓને મોતને ઘાટ ઉતારનાર બહારથી આવેલ લોકો જેના કેન્દ્ર સરકારના 99 વર્ષના અગ્રમિન્ટ પુરા થયાં છે, છતાં તેઓ પરત ગયા નથી,  ગેરકાયદેસર રહે છે. ભારતમાં રહી મુળ નિવાસીઓની જમીનો છીનવી લીધી છે. આ એજન્સી ના માલીક પર ભારતીય દંડ સહીત ફોજદારી ધારા સેક્સન IPC, CRP કલમ સેક્સન 124, 418,419,344,342,334, 335,396, સહિતની સજા કરવામાં આવે.
મૃતક આદિવાસીઓ ભારત દેશ ના મુળ નિવાસી છે જેમને વિદેશીઓએ ચોરીના દાયરામાં લાવી મોતને ઘાટ ઉતાર્યો છે તેવા એજન્સીના માલીક વિરુદ્ધ દેશ દ્રોહનો ગુનો દાખલ કરવા અને મૃતકના પરિવારોને 1/1 કરોડ રૂપિયા આપે તેવી માંગ છે.
સ્થાનિક પોલીસે પણ આ ગંભીર ગુનેગારો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં વિલંબ કર્યો છે, ઉગ્ર માંગ સાથે રાજકીય લોકોની રજૂઆતો પણ ધ્યાને લેવામાં આવી નથી. એજન્સીના માલિકને બચાવવાના પ્રયત્નો થઇ રહ્યા છે માટે તેવા પોલીસ કર્મીઓ પર પણ કાર્યવાહી કરવા અમો આદિવાસીઓની માંગ છે

(10:37 PM IST)