તા. ૧ સપ્ટેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૦ શ્રાવણ વદ-૧૪, રવિવાર
News of Wednesday, 14th August 2024
નર્મદા જિલ્લામાં વોકેશનલ ટ્રેનરોનો પગાર નહિ થતા તહેવારો ટાણે દયનીય સ્થિતિ
ઑગસ્ટ મહિનો આખો તહેવારોથી ભરેલો છે જેમાં પરિવારજનો પગારની આશા એ બેઠા હોય પરંતુ પગાર નહિ મળતાં વિટી ની હાલત કફોડી:ઉપરી કક્ષાએ પગાર બાબતે પૂછતા કોઈજ યોગ્ય જવાબ મળતો નથી તો જાયે તો કહા જાયે જેવો ઘાટ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા:નર્મદા જિલ્લામાં ફરજ બજાવતા વોકેશનલ ટ્રેનરોનો સામા તહેવારોમાં પગાર નહિ થતા તેઓ વિકટ પરિસ્થિતિમાં મુકાયા છે
આખા ગુજરાત રાજ્ય સહિત નર્મદા જિલ્લામાં પણ વોકેશનલ ટ્રેનરોની નિમણુક કરવામાં આવી છે, સરકાર કોન્ટ્રાક્ટ પર કે સીધી રીતે નવી ભરતી તો કરે છે પરંતુ નિયમિત પગાર સહિત ની નક્કી કરાયેલી સુવિધાઓ તેમને મળે છે કે નહિ એ દિશા માં ધ્યાન આપતી નથી જેમાં હાલમાં નર્મદા જીલ્લામા પાંચ તાલુકામા માધ્યમિક શાળામા સરકારના નવા અભિગમ વોકેશનલ શિક્ષણના કોર્સ ચાલી રહ્યા છે.જેમા વોકેશનલ ટ્રેનર તરીકે કામ કરતા શિક્ષકોને પગાર મુદ્દે તંત્ર દ્રારા લોલીપોપ આપવામા આવે છે.વધુમા આ શિક્ષકો પોતાની ફરજ બખુબી નીભાવે છે અને હંગામી ધોરણે નજીવા પગારમા નોકરી કરતા આ કર્મચારીઓને છેલ્લા એક મહિનાથી પગાર બાબતે ખોટા વાયદા કરવામાં આવે છે.હાલ તહેવારોનો દોર ચાલી રહ્યો હોય તેમ છતાં આ કર્મચારીઓની વારંવાર રજુઆત કરવા છતાં તંત્રનુ પેટનુ પાણી પણ હલતુ નથી. અને પગાર નહિ થતા તેઓની દયનીય હાલત જોવા મળી રહી છે.
જાણવા મળ્યા મુજબ સમગ્ર ગુજરાતના મોટા ભાગના જીલ્લાઓમાં પગાર થઇ ગયા છે તો નર્મદા જીલ્લામાં આ શિક્ષકોનો પગાર હજુ સુધી કેમ નથી થતો? એ ચર્ચાએ વેગ પકડ્યો છે.
(10:44 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
