<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 14th August 2024

નર્મદા : તું આખો દિવસ રખડે છે, કામ ધંધો કરતો નથી તેવો ઠપકો આપતાં યુવાને ઝેરી દવા પી આપઘાત કર્યો

(ભરત શાહ દ્વારા) રાજપીપળા:નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકાના સેવાડા ગામની સીમમા નજીવી બાબતે યુવાને ઝેરી દવા ગટગટાવી આપઘાત કરતાં પોલીસે તપાસ હાથ ધરી છે
   પ્રાપ્ત વિગતો અનુસાર ભાયલાલભાઇ કંચનભાઈ બારીયા( ઉ.વ ૪૮) ધંધો ખેતી (રહે ઉધઈમાંડવા તા તિલકવાડા જી.નર્મદા) નાઓ એ આપેલી ફરિયાદ મુજબ તેમનો પુત્ર ભરતભાઇ ભાયલાલભાઇ બારીયા ઉ.વ ૧૮ રહે. ઉધઈમાંડવા તા તિલકવાડા જીલ્લો નર્મદ નાઓ તા ૧૩/૦૮/૨૦૨૪ ના વહેલી સવાર ના સેવાડા ગામની સીમમા આવેલ કપાસના વાવેતર વાળા ખેતરમા દવા છાંટવા ગયેલો અને સવારના સાતેક વાગ્યાના અરસામાં તેણે તેના દાદાના મોબાઇલ ફોન ઉપર ફોન કરી જણાવેલ કે હુ ઝેરી દવા પી ગયેલ છુ, તેમ જણાવતા તેના પિતા તથા બીજા માણસો ખેતરે ગયેલા તે વખતે તેને જણાવેલ કે કેમ ઝેરી દવા પી ગયેલ છે તેમ કહેતા પુત્રએ જણાવેલ કે તુ આખો દિવસ રખડીયા કરે છે અને તુ કોઇ કામ ધંધો કરતો નથી તેમ કહી ઠપકો આપેલ જેથી મનમા લાગી આવતા મે ઝેરી દવા પીધી છે, ત્યારબાદ પુત્રને  તિલકાવાડા સરકારી દવાખાનામા પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર માટે રાજપીપલા સરકારી દવાખામાં રિફર કરતા રાજપીપલા સરકારી દવાખાનામાં સારવાર દરમ્યાન તેનું મોત થતાં તિલકવાડા પોલીસે અકસ્માત મોત દાખલ કરી છે

(10:46 PM IST)