<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 14th August 2024

રાજપીપળા બીરસા મુંડા ટ્રાઇબલ યુનિવર્સિટીમાં...સ્કૂલ ઓફ કોમર્સ, સાયન્સ, આર્ટ્સ ના વિદ્યાર્થીઓ માટે ઓરીએન્ટેશન કાર્યક્રમ યોજાયો

(ભરત શાહ દ્વારા) રાજપીપળા:નર્મદા  જિલ્લાના વડા મથક રાજપીપલા ખાતે આવેલ બીરસા મુંડા ટ્રાઇબલ યુનિવર્સિટી ખાતે સ્કૂલ ઓફ કોમર્સ , સાયન્સ અને આર્ટ્સ ના સેમેસ્ટર-1 નાં વિદ્યાર્થીઓ માટે પ્રવેશોત્સવ અને ઓરીએન્ટેશન કાર્યક્રમ યોજાયો હતો. જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા.
યુનિવર્સિટી ઇન્ચાર્જ કુલ સચિવ ડો.વિજયસિંહ વાળા અને પરીક્ષા નિયામક ડો.રજનીકાંત પંડિયા એ પ્રાસંગિક ઉદ્બોધન કર્યું હતું. તેમણે વિદ્યાર્થીઓને પ્રોત્સાહીત કર્યા હતા અને યુનિવર્સિટીના તમામ નોન ટીચિંગ સ્ટાફે પોતાનો પરિચય અને કામગીરીની વાત વિધાર્થી સમક્ષ મૂકી હતી ત્યારબાદ સ્કૂલ ઓફ કોમર્સના આચાર્ય ડો.મહેશ બારડ દ્વારા NEP-2020 અને પરીક્ષા તેમજ યુનિવર્સિટી  સંકુલના નિયમો, શિસ્ત, તથા વિદ્યાર્થીઓમાં ભણતરનું મહત્વ વગેરે વિષયોથી અવગત કર્યા હતા.સ્કૂલ ઓફ સાયન્સના આચાર્ય ડો.દિગ્વિજય રાણાએ એન્ટી રેગીગ અને સ્કૂલ ઓફ  સાયન્સના વિષયોની વાત કરી હતી તેમજ સ્કૂલ ઓફ આર્ટ્સ આચાર્ય ડો.અમિત ધોળકિયાએ NSS ,વુમન સેલ અને સ્કૂલ ઓફ આર્ટ્સના વિષયોની વાત કરી હતી આ કાર્યક્રમ ના મુખ્ય મહેમાન કુલપતિ .મધુકર પાડવી હાજર રહી વિધાર્થીઓ ને ટ્રાઇબલ વિસ્તારની આ યુનિવર્સિટી ના વિકાસ ની વાત કરી  અને કોલેજ જીવન માં વિધાર્થીઓ  શિક્ષણ સાથે સંસ્કાર પ્રાપ્ત કરે અને નવા વિધાર્થીઓ સંશોધનબ ક્ષેત્રે  આગળ વધે તેના વિશે વાત કરી માર્ગદર્શન આપ્યું કાર્યક્રમનું સંચાલન ડો.ભૌતિક પટેલ દ્વારા કરવામાં આવેલ, આભાર વિધિ પ્રો.રાજેશ ઝાલા એ કરેલ હતી એ કાર્યક્રમના અંતમાં વિધાર્થીઓમાં જ્ઞાન શક્તિ નો વિકાસ થાય તે માટે એક મિનિટ ની જુદી જુદી રમતો યોજાઈ હતી

(10:52 PM IST)