તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 15th August 2024
ટ્રાફિક સમસ્યા યથાવત : માત્ર દાવાઓ જ કરાય છે, કોર્ટની કડક ટકોર છતાં કોઈ પરિણામ નહીં - હાઈકોર્ટ
અધિકારીઓ પગાર લે છે પરંતુ તેઓ મોરલ ડ્યુટી નથી કરી રહ્યાનું કોર્ટે અવલોકન કર્યું.

અમદાવાદમાં ગેરકાયદે પાર્કિંગ અંગે અણઘડ વહીવટ બદલ હાઈકોર્ટમાં ફરિયાદની સુનાવણી હાથ ધરાઈ. ગેરકાયદે પાર્કિંગ બદલ અને અન્ય મામલાને લઈને ઉઘરાવતા દંડને લઈને પણ સુનાવણીમાં સવાલો ઉઠ્યા હતા.
અરજદાર વકીલ તરફથી કોર્ટ સમક્ષ રજૂઆત કરાઈ હતી કે જે ટ્રાફીક પોલીસ દ્વારા જે દંડ ઉઘરાવવામાં આવે છે તે મર્યાદા કરતાં ખૂબ વધુ હોય, તેને લઈને કોઈ ચોક્કસ GR પોલીસ તરફથી નાગરિકોને આપવામાં આવતો નથી. સાથે જ RTOની કામ કરવાની સિસ્ટમ સામે પણ હાઇકોર્ટે રોષ વ્યક્ત કર્યો.
જોકે સરકારી વકીલે કોર્ટમાં બચાવમાં દલીલ કરતા કહ્યું કે, વાહનચાલકોમાં પણ સિવીક સેન્સ જરૂરી છે. જોકે ચીફ જસ્ટિસે સરકારી વકીલનો બચાવ સાંભળતા જ પ્રશ્ન કર્યો કે શું તમારા અધિકારીઓમાં સેલ્ફ સેન્સ છે? સાથે જ RTOની કામગીરીની પોલ ખોલતા કહ્યું કે એક નાનામાં નાના કામ માટે અનેક દિવસો સુધી લોકોએ RTOના ધક્કા ખાવાનો વારો આવે છે. કયારેક RTOમાં જઈએ તો સર્વર ઠપ્પ હોય છે, યોગ્ય ટ્રેકનો અભાવ છે. સામાન્ય માણસ કામ લઈને જાય તો 10-12 દિવસો સુધી થતાં નથી જ્યારે એજન્ટને સવારે આપીએ તો સાંજે કામ પૂરું થાય છે.
સરકાર તરફે કોર્ટને ખાતરી આપતા જણાવ્યું કે અમે છેલ્લા દિવસોમાં કામગીરીનો વધારો કર્યો છે સાથે જ પાછલા દિવસોમાં શહેરમાં હેલ્મેટ પહેરનારની સંખ્યામાં પણ વધારો થયો કરેલો છે. રાજ્ય સરકારે કોર્ટમાં રજૂઆત કરી કે એ સામાન્ય લોકોની ફરજ છે કે નિયમોનું પાલન કરે અને હેલ્મેટ પહેરે. જોકે હાઇકોર્ટે આ મામલે સરકારને સવાલ કરતા ભવિષ્યને લઈને રાજ્ય સરકારનું ચોક્કસ આયોજન છે કે કેમ જણાવવા આદેશ કરતા હાલમાં ટ્રાફિક અંગે પરિવર્તન નહિ દેખાતું હોવાની ટકોર કરી.એટલું જ નહીં અધિકારીઓ પગાર લે છે પરંતુ તેઓ મોરલ ડ્યુટી નથી કરી રહ્યાનું કોર્ટે અવલોકન કર્યું.
ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી દરમિયાન ટ્રાફિક સંબંધિત લેવાતા દંડને લઈને અરજદારે સૂચનો સૂચવતા સરકારે પણ કોર્ટને ખાતરી આપતા કહ્યું કે દંડની સાચી માહિતી અંગે જાગરૂકતા ફેલાવવામાં આવશે અને આગામી સમયમાં સોશિયલ મીડિયા અને સમાચાર માધ્યમો મારફતે લોકોને દંડ ની રકમ સહિતની જોગવાઈઓ અંગે જાગૃત કરવામાં આવશે. અને આગામી દિવસોમાં ટ્રાફિક પોલીસને હાઇટેક કરવા સરકારી વકીલે હાઇકોર્ટમાં ખાતરી રજૂઆત આપી હતી. જ્યારે નાગરિકને દંડ ફટકારવામાં આવે છે ત્યારે માત્ર રોકડ રકમ જ સ્વીકારતા હોવાની હાઇકોર્ટમાં રજૂઆતને પગલે પોલીસનાં આ પ્રકારના વલણ સામે કોર્ટ વ્યક્ત નારાજગી વ્યક્ત કરતા પોલીસ વતી સરકારી વકીલે કોર્ટને કર્યા આશ્વસ્થ કર્યા અને આગામી સમયમાં યોગ્ય કાર્યવાહી કરવાની ખાતરી આપી હતી.
(12:41 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
