News of Thursday, 15th August 2024
આઝાદીના સાડા સાત દાયકા પૂરા કરીને સ્વતંત્રતાની શતાબ્દી તરફ આગે કૂચ કરી રહ્યાં છીએ. જેમના ત્યાગ, સમર્પણ, તપસ્યા અને બલિદાનના કારણે નામી અનામી અનેક વીર શહિદોને નતમસ્તક વંદન કરવાનો આજનો આ અવસર છેઃ ભૂપેન્દ્રભાઇ પટેલ

ખેડાઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ખેડા જિલ્લાના નડિયાદ ખાતેથી રાષ્ટ્રધ્વજ લહેરાવી 78માં સ્વાતંત્ર્ય પર્વની રાજ્યકક્ષાની ઉજવણી કરી છે. સ્વાતંત્ર્ય પર્વની રાજ્યકક્ષાની ઉજવણીમાં પોલીસ દળો, હોમગાર્ડ સહિતના સુરક્ષા દળ દ્વારા પરેડ યોજવામાં આવી હતી. આ પ્રસંગે મુખ્યમંત્રીએ રાષ્ટ્રધ્વજ લહેરાવીને રાજ્યના નાગરીકોને પ્રજાજોગ સંદેશો પણ પાઠવ્યો હતો.
મુખ્યમંત્રી નડિયાદના એસ.આર.પી. ગ્રાઉન્ડ ખાતે 78માં સ્વતંત્રતા દિવસની ઉજવણીમાં રાષ્ટ્રધ્વજ લહેરાવીને ધ્વજવંદન કરાવ્યું અને રાજ્યના નાગરીકોને સ્વતંત્રતા પર્વે પ્રજાજોગ સંદેશ આપ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, અખંડ ભારતના શિલ્પી લોહ પુરૂષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મભૂમિ પર 78માં સ્વાતંત્ર્ય પર્વની રાજ્યકક્ષાની ઉજવણીનું સૌભાગ્ય આપણને મળ્યું છે. વધુમાં કહ્યું હતું કે, આ ખમીરવંતી ભૂમિ પરથી રાજ્યના સૌ નાગરિકો ભાઈ-બહેનો તેમજ
ભૂપેન્દ્ર પટેલએ કહ્યું કે, આઝાદીના સાડા સાત દાયકા પૂરા કરીને સ્વતંત્રતાની શતાબ્દી તરફ આગે કૂચ કરી રહ્યાં છીએ. જેમના ત્યાગ, સમર્પણ, તપસ્યા અને બલિદાનના કારણે નામી અનામી અનેક વીર શહિદોને નતમસ્તક વંદન કરવાનો આજનો આ અવસર છે. વધુમાં ઉમેર્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહએ સ્વરાજ્યની યાત્રાને સુરાજ્યમાં પલટાવી છે, એક ભારત શ્રેષ્ઠ ભારત બનાવ્યું છે. ગુજરાતને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝન અને મિશનનો લાભ 2 દાયકા કરતા વધુ સમયથી મળતો રહ્યો છે. જેમના દિશા-દર્શનમાં ગુજરાત દેશમાં વિકાસ મોડલ તરીકે ખ્યાતિ પામ્યો છે.
(10:59 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
