<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 15th August 2024

અમદાવાદ-મુંબઈ ડબલ ડેકર ટ્રેનને સુરતના ગોઠણ અને કુદસદની વચ્ચે અકસ્માતઃ મુસાફરોના જીવ તાળવે ચોંટ્યો

અમદાવાદથી મુંબઈ જવા નીકળેલી ટ્રેનના ડબ્બા અધવચ્ચે છુટા પડી જતા મુસાફરોને હાલાકી ભોગવવાનો વારો આવ્‍યો

સુરત: અમદાવાદથી મુંબઈ જવા નીકળેલી ટ્રેનના ડબ્બા અધવચ્ચે છુટા પડી જતા મુસાફરોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો. સુરત નજીક ગોઠણ અને કુદસદની વચ્ચે ટ્રેનના ડબ્બા છુટા પડી જતા દોડધામ મચી હતી. અમદાવાદ-મુંબઈ ડબલ ડેકર ટ્રેનને અકસ્માત નડ્યો હતો. સુરત નજીક ટ્રેનના ડબ્બા છુટા પડી જતા મુસાફરો અટવાઈ ગયા હતા. ડબ્બા છુટા પડી જવાને કારણે મુસાફરોના જીવ તાળવે ચોંટી ગયા હતા.
અમદાવાદથી મુંબઈ જતી અમદાવાદ-મુંબઈ ડબલ ડેકર ટ્રેનના ડબ્બા અધવચ્ચે છૂટા પડી ગયા. સુરતના ગોઠણ અને કુદસદની વચ્ચે ટ્રેનને અકસ્માત નડ્યો. ટ્રેનના ડબ્બા છૂટા પડતા મુસાફરો અધવચ્ચે રઝળી પડ્યા હતા.
ટ્રેનના ડબ્બાઓ છુટા પડી જતા આગળના 6 ડબ્બાઓ આગળ જતા રહ્યા હતા. જેને કારણે છુટા પડી ગયેલા ડબ્બાઓમાં મુસાફરી કરી રહેલા લોકોનો જીવ તાળવે ચોંટી ગયો હતો. છુટા પડી ગયેલા ડબ્બાના મુસાફરો અધવચ્ચે અટવાઈ ગયા હતા.
આ ઘટનાના સામે આવેલા વીડિયોમાં દેખાઈ રહ્યું છે કે ટ્રેનના કેટલાક ડબ્બા રેલ્વે ટ્રેક પર અધવચ્ચે પડ્યા છે અને મુસાફરો રઝળી પડ્યા છે. મુસાફરોના ચહેરા પર સ્પષ્ટ ચિંતા અને તકલીફ દેખાઈ રહી છે.

(11:07 AM IST)