News of Thursday, 15th August 2024
અમદાવાદમાં રાણીણના ઠાકોરવાસમાં ધર્મની બહેન ની વ્હારે આવેલા ભાઈનું મોત
આરોપીએ અગાઉના થયેલા ઝઘડાનો ખાસ રાખી છરી લઈને ઠાકોર પરિવાર પર હુમલો કયો હતો જેમા એક વ્યકિતએ જીવ ગુમાવ્યો છે જયારે ર યુવક ઇજાગ્રસ્ત થયા

અમદાવાદ: રાણીપના ઠાકોરવાસમાં ધર્મની બહેનની મદદ કરવાની સજામાં આધેડને મોત મળ્યું હતું. અગાઉના ઝઘડાની અદાવતમાં 7 મહિના બાદ રાણીપ વિસ્તારમાં હત્યાનો બનાવ બન્યાનું સામે આવ્યું છે. આરોપીએ છરી લઈને ઠાકોર પરિવાર પર હુમલો કરતા એક વ્યક્તિનું મોત નીપજ્યું અને 2 યુવક ઇજાગ્રસ્ત થયા હતાં.
ફરિયાદી નટવરજી ઠાકોર અને તેનો પરિવાર ઘરે હાજર હતો. આ દરમ્યાન અગાઉના ઝઘડાની અદાવત રાખીને અજય ઉર્ફે સુનિલ ઠાકોર નામનો આરોપી છરી લઈને તેમના ઘરે પહોંચી ગયો હતો. ત્યાર બાદ નટવરજી પર છરીથી હુમલો કરી દીધો હતો. નટવરજીની બહેન અને પિતા કાંતિભાઈ તેમજ બનેવી સુનિલ ઠાકોર છોડાવવા વચ્ચે પડ્યા હતા. ત્યારે આરોપી ઉશ્કેરાઈ ગયો. તેણે કાંતિભાઈ પર છરીના 3થી 4 ઘા ઝીકી દીધા. જેમાં કાંતિભાઈનું મોત નીપજ્યું હતું. પોલીસે આરોપી સહિત ઈજાગ્રસ્તોને સારવાર માટે ખસેડી ઘટનાની વધુ તપાસ હાથ ધરી છે.
પોલીસ તપાસમાં સામે આવ્યું કે મૃતક કાંતિભાઈના પુત્ર નટવરજીની ધર્મની બહેન સુનિતાબેન અને તેના પતિ હિતેશભાઈનું 6 મહિના પહેલા ઘરના બાંધકામને લઈને આરોપી અજય ઠાકોર સાથે ઝઘડો થયો હતો. ત્યારે મૃતક કાંતિભાઈ અને તેમના દીકરા નટવરજીએ આરોપી અજયને ઠપકો આપ્યો હતો અને બે થપ્પડ માર્યા હતા.
આ ઝઘડાનું સમાધાન પણ થઈ ગયું હતું. ઠાકોર વાસમાં જ ખુલ્લા મેદાનમાં ઓરડી બનાવી હતી ત્યારે આરોપીએ વિરોધ કરીને ઝઘડો કર્યો હતો. પરંતુ 6 માસ બાદ આ ઝઘડાની અદાવત રાખીને આરોપીએ હત્યાને અંજામ આપ્યો છે. આ હત્યા દરમ્યાન આરોપી અજય ઠાકોર પણ ઇજાગ્રસ્ત થતા સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. અને પોલીસે નજર કેદ રાખ્યો છે.
રાણીપ પોલીસે હત્યાનો ગુનો નોંધીને આરોપીની અટકાયત કરી.હત્યાને લઈને મૃતકના પરિવાર અને પાડોશીઓના નિવેદનો લઈને તપાસ શરૂ કરી છે. આ હત્યા પાછળ 6 મહિના પહેલાનો ઝઘડો જવાબદાર છે કે અન્ય કોઈ કારણ છે તે મુદ્દે વધુ તપાસ શરૂ કરી.
(10:22 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
