News of Thursday, 15th August 2024
રાજ્યના દરિયા કિનારા ઉપર ડ્રગ્સનો જથ્થો મળી આવવાનો સિલસિલો યથાવતઃ નવસારી પોલીસે 30 કરોડ જેટલું મોટું ડ્રગ્સ નું રેકેટ ઝડપ્યું
સેન્ટ્રલ અને સ્ટેટ એજન્સીઓ પણ દક્ષિણ ગુજરાતના ડ્રગ્સ ની તપાસમાં જોતરાઈ ગઈ

નવસારીઃ રાજ્યના દરિયા કિનારા ઉપર ડ્રગ્સનો જથ્થો મળી આવવાનો સિલસિલો વધુ એક વખત યથાવત રહ્યો છે. ત્યારે વલસાડ બાદ નવસારી જિલ્લાના દરિયા કિનારા ઉપર પણ ડ્રગ્સનો જથ્થો મળી આવતા જિલ્લા પોલીસ દોડતી થઈ હતી. આશરે 50 પેકેટ ડ્ર્ગ્સના મળી આવ્યાં છે. એક પેકેટમાં 1180 ગ્રામ જેટલો જથ્થો મળી કુલ આવા 50 પેકેટ મળી આવતા પોલીસે કાર્યવાહી શરૂ કરી છે.
સુરત અને વલસાડ બાદ નવસારી જિલ્લાના દરિયા કિનારે નધણીયાતી હાલતમાં ડ્રગ્સ મળી આવવાની ઘટનાને પગલે જિલ્લા તંત્ર દોડતું થઈ ગયું છે. સેન્ટ્રલ અને સ્ટેટ એજન્સીઓ પણ દક્ષિણ ગુજરાતના ડ્રગ્સ ની તપાસમાં જોતરાઈ ગઈ છે. 60 કિલો જેની કીંમત 30 કરોડ 7 લાખનું ડ્રગ્સ પકડાયું છે, ડ્રગ્સ મળવું અને એ પણ બિનવારસી હાલતમાં જે મોટા રેકેટની શંકા જન્માવે છે.
નવસારીના ઇતિહાસમાં પ્રથમ વખત 30 કરોડ જેટલું મોટું ડ્રગ્સ નું રેકેટ નવસારી જિલ્લા પોલીસના હાથે લાગ્યું છે. નવસારી જિલ્લાના જલાલપોર તાલુકાના ચાંગલી ફળિયા ના દરિયા કિનારે 50 પેકેટ જેનું વજન કિલોગ્રામ અસિસ નામનું નાર્કોટિક ડ્રગ્સ બિનવારસી હાલતમાં મળી આવ્યું છે. અંદાજે ચાર મહિનાથી વધુ સમયથી દરિયામાં પડ્યું હતું અને પાંચ લેયરમાં પેકિંગ કરીને દરિયામાં બીનવારસી હાલતમાં પડ્યું હતું. જે દરિયા કિનારે તણાઈ આવ્યું છે પોલીસને પેટ્રોલિંગ દરમ્યાન મળી આવતા ટીમો બનાવી તપાસ શરૂ કરી છે.
(10:29 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
