News of Friday, 16th August 2024
રક્ષાબંધનના દિવસે બપોરે ૧:૩૦ વાગ્યા પછી રાખડી બાંધવાનું મુર્હુત શુભ

શ્રાવણ સુદ પુનમ ને સોમવાર તા. ૧૯ ના દિવસે રક્ષાબંધન છે. આજ દિવસે શ્રાવણી પર્વ પણ છે આથી ભુદેવો તથા અન્ય જે લોકો યજ્ઞોપવિત ધારણ કરે છે તેઓ એ આજ દિવસે યજ્ઞોપવિત એટલે કે જનોઈ વિધિસર બદલાવાની રહેશે. રક્ષાબંધનના દિવસે બપોરે ૧.૩૧ સુધી વિષ્ટી કરણ હોતા રાખડી બાંધવા માટે વિષ્ટિકરણને દોષકારક માનવામાં આવે છે આથી બપોર ના ૧.૩૧ પછી રાખડી બાંધવી શુભ રહેશે જ્યારે જનોઈ બદલાવા માટે વિષ્ટી કરણ દોષ કારક ગણાતું નથી આથી સોમવારે સવારે જનોઈ બદલાવી શુભ રહેશે.
;-ચોઘડિયા પ્રમાણે રાખડી બાંધવાનો શુભઃ-સમય
દિવસના ચોઘડિયાઃ- ચલ લાભ અમળત- બપોરે ૨.૨૬ થી સાંજે ૭.૧૫ સુધી રાત્રે પ્રદોષ કાળ નો શુભ સમય રાત્રે ૭.૧૪ થી ૯.૨૮
જનોઈ બદલાવવા માટે શુભ હોરા ની યાદીઃ સવારે ચંદ્ર હોરા ૬.૨૭ થી ૭.૩૦ ગુરુ હોરા ૮ .૩૫ થી ૯.૩૯ બુધ તથા શુક્ર ની હોરા બપોરે ૧૧.૪૬ થી ૧.૫૩
રક્ષાબંધનની સાથે નાળિયેરી પુનમ,હયગ્રિવ જયંતી તથા જનોઈ બદલવા માટેનો પણ શુભ દિવસ છે.
રક્ષાબંધનની વિધિઃ રક્ષાબંધનના દિવસે બહેનોએ શુભ સમયે એક થાળીમાં વષા પાથરી કંકુ-ચંદન, ચોખા, મીઠાઈ રાખવી. ત્યારબાદ સૌપ્રથમ ગણપતિદાદા ને દિવો કરી કંકુથી ચાંદલો ચોખા કરવા તથા શ્રીકળષ્ણ ભગવાનને ચંદનનો ચાંદલો, ચોખા કરવા ભગવાનને રાખડી પહેરાવી પોતાની રક્ષા માટેની પ્રાર્થના કરવી. ત્યારબાદ ભગવાનને મીઠાઈ અર્પણ કરવી. ત્યારબાદ પોતાના ભાઈને ચાંદલો ચોખા કરી જમણા હાથે રાખડી બાંધી મીઠુ મોઢુ કરાવી દુખણા લેવા. પૌરાણીક કથા અનુસાર કુંતા માતાએ અભિમન્યુને રાખડી બાંધી હતી. મેવાડની રાણી કર્ણાવતીએ હુમાયુને રક્ષાબંધનની રાખડી મોકલી ધર્મનો ભાઈ બનાવ્યો હતો. એક અન્ય કથા અનુસાર શિશુપાલના વધ સમયે શ્રીકળષ્ણ ભગવાન ને આંગળીમાં લાગે છે. ત્યારે દ્રૌપદીજીએ પોતાની સાડી ફાડી અને શ્રીકળષ્ણ ભગવાનની આંગળીમાં બાંધે છે અને ભગવાને પણ દ્રૌપદીજીની રક્ષા કરેલી. આ દિવસે સાગર ખેડુ, માછીમારો દરીયામાં શ્રીફળ પધરાવીને દરિયાનું પુજન કરે છે.(
(10:40 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
