<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 16th August 2024

પોલીસ પર હુમલાના આરોપીએ માંગી જાહેરમાં માફી : કડી પોલીસકર્મી ઉપર હુમલો કર્યો હતો

કોર્ટ વોરંટમાં હત્યાના ગુનામાં આરોપીને પકડવા ગયા ત્યારે કોન્સ્ટેબલ પર હુમલો કરી આરોપીએ ફરાર થવાનો પ્રયત્ન કર્યો હતો

મહેસાણા: પોલીસ પર હુમલાના આરોપી પાસે જાહેરમાં માફી મગાવાઈ છે. આરોપીએ કડી પોલીસકર્મી ઉપર હુમલો કર્યો હતો. આરોપીને ઝડપીને કાન પકડાવી જાહેરમાં માફી મંગાવાઈ છે. પોલીસ કોન્સ્ટેબલ કોર્ટ વોરંટમાં હત્યાના ગુનામાં આરોપીને પકડવા ગયા હતા. કોન્સ્ટેબલ પર હુમલો કરી આરોપીએ ફરાર થવાનો પ્રયત્ન કર્યો હતો. આરોપી ઈરફાન ગીરીને પોલીસે દબોચી લીધો હતો. જાહેરમાં કાન પકડાવી આરોપી પાસે માફી મંગાવવામાં આવી.

(12:22 PM IST)