<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 16th August 2024

અમદાવાદના એસજી હાઈવે ઉપર રોડ ક્રોસ કરતા રાહદારીનું અકસ્માત થતા ઘટના સ્થળે મોત

રાજકોટનો પાર્થ તન્ના અંબાજી દર્શન કરી પરત ફરતો હતો ત્યારે વાયએમસી ક્લબ પાસે અકસ્માત : કાર ચાલકની ધરપકડ

અમદાવાદ કાલે રાત્રે વાયએમસી કલબ પાસે રાહદારી રોડ ક્રોસ કરતા એક કાર ચાલકે તેને અડફેટે લેતા રાહદારીનું ઘટના સ્થળ પર મોત થઈ ગયુ હતુ. અને પોલીસે કાર ચાલકને ઝડપી લીધો હતો. અને તેની સામે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
અમદાવાદમાં એસજી હાઈવે ઉપર ફૂલ સ્પીડથી રોજની હજારો કાર પસાર થતી હોય છે. અને દિવસે દિવસે અકસ્માતના બનાવો પણ વધતા જતા હોય છે. કાલે રાત્રે રાજકોટનો રહેવાસી પાર્થ તન્નાએ અંબાજી દર્શન કરી રાજકોટ તરફ જઈ રહ્યો હતો. ત્યારે વાયએમસી કલબ પાસે એક રાહદારી રોડ ક્રોસ કરી રહ્યો હતો. ત્યારે પોતાની કાર ફૂલ સ્પીડથી દોડાવી રહ્યો હતો. ત્યારે અચાનક રાહદારી રોડ ક્રોસ કરતા તેને અડફેટે લેતા અકસ્માત થયો હતો. અને રાહદારીને ઘટના સ્થળ પરજ મોત થઈ ગયુ હતુ. અને કાર ચાલકેને પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

(12:27 PM IST)