<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 16th August 2024

કાલે સમગ્ર ગુજરાતમાં ડોક્ટરોની હડતાલ: ઓપીડી સેવાઓ પણ બંધ રહેશે : બી.જે. મેડિકલ કોલેજ ખાતે વિરોધ કરશે

શનિવારે સવારે 6 વાગ્યાથી રવિવારે સવારે 6 વાગ્યા સુધી હડતાલ પર ઉતર્શે

અમદાવાદમાં આવતી કાલે  ડોક્ટરો હડતાલ પર ઉતરશે. કેમ કે કોલકત્તા ડોક્ટર ઉપર દુષ્કર્મ થયુ હતુ. તે ભાગરૂપે કાલે બી.જે. મેડિકલ કોલેજ ખાતે વિરોધ કરશે. અને ઓપીડી સેવાઓ પણ બંધ રાખવામાં આવશે ફક્ત ઈમરન્સી સેવાઓ ચાલુ રાખવામાં આવશે.
કોલકત્તામાં એક ડોક્ટર જોડે દુષ્કર્મ થયું હતુ. તેના પડઘા સમગ્ર ભારત દેશમાં જોવા મળી રહ્યા છે. જ્યા જોવો ત્યા ડોક્ટરો તેનો સખત વિરોધ કરી રહ્યું છે. અને આરોપી સામે ફાસીની સજાની માંગ કરી રહ્યા છે. તે ભાગરૂપે આજે અમદાવાદ ખાતે આવેલી બી.જે. મેડિકલ કોલેજમાં અભ્યાસ કરતા રિસેડેન્ટ ડોક્ટરો તેનો આવતી કાલે સખત વિરોધ નોંધાવાના છે. અને કાલે હડતાલ ઉપર ઉતરશે. જ્યારે ઓપીડી સેવાઓ બંધ રાખવામાં આવશે. પણ ઈમરજન્સી સેવાઓ ચાલુ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
ગુજરાત ખાતે બી જે મેડિકલ કોલેજોમાં શનિવારે સવારે 6 વાગ્યાથી રવિવારે સવારે 6 વાગ્યુ સુધી  બંધ રહેશે. તેમાં તમામ ઓપીડી સેવાઓ  બંધ રહશે. ફક્ત ઈમરન્સી સેવાઓ ચાલુ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેથી હોસ્પિટલમાં કોઈપણ પ્રકારની ઈમરન્સીનો કેસ આવે તો તે સેવાઓ ફક્ત ચાલુ રાખવામાં આવશે. કોલકત્તામાં ડોક્ટર ઉપર દુષ્કર્મ થયુ તે ભાગરૂપે આ બનાવ સમગ્ર ભારતમાં આગની જેમ પ્રસરી ગયો છે. અને ડોક્ટરોની માંગ છે. કે આરોપીને ફાસીની સજા આપવામાં આવે. અને ડોક્ટરોને પોતાની સુરક્ષાને લઈને પણ  બાંહેધરી આપવામાં આવે. જેમ કે ખાસ કરીને રાત્રીના સમયમાં ફિમેલ ડોક્ટરો જે સેવા આપી રહ્યા છે. તેમના માટે સુરક્ષા પુરી પાડવામાં આવે તે ભાગ રૂપે  આવે.


 

(12:37 PM IST)