<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 16th August 2024

૨૨મી સુધી નોર્થ ગુજરાત, લાગુ કચ્‍છ અને સૌરાષ્‍ટ્રમાં સામાન્‍ય વરસાદ રહેશે : અશોકભાઇ પટેલ

આગાહી સમયમાં રાજસ્‍થાનમાં બે એક દિવસ ભારે વરસાદ પડશે, બાદ પાકિસ્‍તાન બાજુ વરસાદ રહેશે

રાજકોટ તા. ૧૬ : વેધર એનાલીસ્‍ટ શ્રી અશોકભાઇ પટેલે તા. ૧૬થી ૨૨ ઓગષ્‍ટ સુધીની વરસાદની આગાહી કરી છે. આગાહી સમયમાં રાજસ્‍થાનમાં એકાદ બે દિવસ સારો વરસાદ પડશે તો તેની અસરરૂપે નોર્થ ગુજરાત, લાગુ કચ્‍છ અને સૌરાષ્‍ટ્રમાં છાટાછુટીથી સામાન્‍ય વરસાદ પડશે.

ઉપસ્‍થિત પરિબળો સી લેવલમાં ચોમાસુ ધરી ગંગાનગર, દિલ્‍હી, લખનૌ, સુલતાનપુર, ગયા, બાંકુરા, દીઘા થઇને માધ્‍ય પૂર્વ બંગાળની ખાડી સુધી લંબાય છે.

દક્ષિણ બાંગ્‍લાદેશ અને લાગુ પヘમિ બંગાળ પર ૪.૫ કિમિ નું યુએસી હતું અને વધતી ઉંચાઈએ દક્ષિણ પヘમિ તરફ ઝુકે છે. આની અસરથી નોર્થ વેસ્‍ટ બંગાળની ખાડી પર લો પ્રેસર થયું આજે સવારે ૧૬ ઓગસ્‍ટના હજુ WMLP થવાની શક્‍યતા અને પશ્ચિમ ઉત્તર પશ્ચિમ તરફ ગતિ કરશે પヘમિ બંગાળને ઝારખંડ પર થી ૨-૩ દિવસમાં. રાજસ્‍થાન અને આસપાસ એક યુએસી છે જે ૪.૫ કિમિની ઉંચાઈ સુધી છે. એક યુએસી નોર્થ ગુજરાત અને લાગુ રાજસ્‍થાન પર છે જે ૩.૧ કિમિ થી ૫.૮ કિમિ સુધી છે.

એક યુએસી દક્ષિણ પૂર્વ અરબી સમુદ્ર અને લાગુ દક્ષિણ કેરળ કિનારા પર ૪.૫ કિમિ લેવલમાં છે અને વધતી ઉંચાઈએ દક્ષિણ પશ્ચિમ તરફ ઝુકે છે. એક યુએસી ઝારખંડ અને આસપાસ ના વિસ્‍તાર માં છે જે ૩.૧ કિમિ થી ૪.૫ કિમિ ઉંચાઈ સુધી છે. આગાહી સમયમાં અમુક પરિબળો નિષ્‍ક્રિય થાય અને બીજા પરિબળો ઉપસ્‍થિત થાય.

વેધર એનાલીસ્‍ટ શ્રી અશોકભાઇ પટેલે સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્‍છ માટે તા. ૧૬ થી ૨૨ ઓગસ્‍ટ સુધીની આગાહી કરતા જણાવેલ કે, નોર્થ ગુજરાત અને લાગુ દક્ષિણ રાજસ્‍થાન પર એક યુએસી છે અને બીજું યુએસી રાજસ્‍થાન પર સક્રિય હોય, રાજસ્‍થાનમાં ભારે વરસાદ બેક દિવસ રહેશે અને ત્‍યાર બાદ પાકિસ્‍તાન બાજુ વરસાદ રહેશે. તેની અસર રૂપે નોર્થ ગુજરાત, લાગુ કચ્‍છ અને સૌરાષ્ટ્રમાં છૂટી છવાઈ સામાન્‍ય વરસાદી ગતિવિધિ રહેવાની શક્‍યતા છે.

ત્‍યાર બાદ સૌરાષ્ટ્ર અને કચ્‍છ માં વરસાદી ગતિવિધિ મંદ રહેશે. ગુજરાત રિજિયન બાજુ અમુક દિવસ છુટા છવાયા ઝાપટા હળવો - મધ્‍યમ વરસાદ અને આઇસોલેટેડ વિસ્‍તારમાં સાધારણ ભારે વરસાદની શક્‍યતા છે. સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્‍છમાં જિલ્લા પ્રમાણેની સરેરાશ વરસાદ ૭ મીમી થી ૩૫ મીમી કૂલની શક્‍યતા છે. બેક દિવસ પવન વધુ રહેશે અને આગાહી ના છેલ્લા બેક દિવસ પવન નું ફરી જોર રહેશે.

(1:47 PM IST)