તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 16th August 2024
ઇન્કમટેકસના ૩૯ જોઇન્ટ ડાયરેકટર અને ડેપ્યુટી કમિશ્નરને બદલી બાદ પોસ્ટીંગ
ઇન્કમટેકસ વીંગમાં જોઇન્ટ ડાયરેકટર તરીકે શકીલ અંસારી અને આસીસ્ટન્ટ ડાયરેકટર તરીકે ઉમેશ પાઠકની નિમણુંક

રાજકોટ, તા., ૧૬ : ભારત સરકારના આયકર વિભાગના ૩૯ થી વધુ જોઇન્ટ ડાયરેકટર અને ડેપ્યુટી કમિશનરને બદલી બાદ પોસ્ટીંગ આપવામાં આવ્યું છે.
ઇન્કમટેકસ વિભાગના ડાયરેકટર જનરલ ઓફ ઇન્વેસ્ટીગેશન વીંગ દ્વારા ગુજરાતના ૧૩ એડીશ્નલ અને જોઇન્ટ ડાયરેકટર તેમજ ૩૯ આસીસ્ટન્ટ, ડેપ્યુટી કમિશનરને વિવિધ રીજીયન ખાતે નિમણુંક આપવામાં આવી છે.
જાણવા મળતી વિગત મુજબ રાજકોટ ઇન્કમટેકસ ઇન્વેસ્ટીગેશન વીંગના જોઇન્ટ ડાયરેકટર તરીકે શકીલ અંસારી તેમજ આસીસ્ટન્ટ ડાયરેકટર તરીકે ઉમેશ પાઠક તેમજ સેન્ટ્રલ સર્કલમાં શ્રી ચેતરામ મીના અને શ્રી ગણેશ વિષ્ણુ યેસુરકે તેમજ કવન લીંબાસીયાની નિમણુંક કરવામાં આવી છે.
(2:46 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
