<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 16th August 2024

સુરતમાં સ્‍વતંત્ર પર્વે ૫ કરોડનું ડ્રગ્‍સ વિશેષ સર્ચ ઓપરેશનમાં મળી આવ્‍યું

આતંકવાદીઓ તો ન મળ્‍યા પણ અફઘાની ચરસનો અધધ જથ્‍થો પોલીસ કમિશનરની દૂરંદેશી જેવા પગલાથી મળ્‍યો... એસઓજી પીઆઇ અશોક ચૌધરી અકિલા સમક્ષ અદ્‌ભૂત કાર્યવાહીની રસપ્રદ વિગતો વર્ણવે છે : એક વર્ષ અગાઉ ઝડપાયેલ અફઘાની ડ્રગ્‍સ માફક કેટલાક સમાન પુરાવા પણ મળી આવતા પોલીસ ચોકી ઉઠી : અનુપમસિંહ ગેહલોત, જેસીપી ક્રાઇમ રાઘવેન્‍દ્ર વસ્‍ત અને ડીસીપી રાજદીપસિંહ નકુમના માર્ગદર્શનમાં એસઓજી સ્‍ટાફ દ્વારા રેકોર્ડ બ્રેક સફળતા મળી

રાજકોટ તા. ૧૬ : સ્‍વાતંત્ર પર્વ અંતર્ગત  ગુજરાતભરમાં સાવધાની રાખવા સેન્‍ટ્રલ આઇબી દ્વારા મળેલ ઇનપુટ આધારે જબરજસ્‍ત ચેકીંગ અને નાકાબંધી વચ્‍ચે આતંકવાદીઓ કે સ્‍લીપર સેલ સીન્‍ંડિકેટને બદલે પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતની દૂરંદેશીને કારણે અંદાજે ૫ કરોડનું ચરસ હજીરા દરિયાકાંઠેથી ક્રાઇમ બ્રાન્‍ચના જોઈન્‍ટ સીપી રાઘવેન્‍દ્ર વસ્‍ત અને ડીસીપી રાજદીપસિંહ નકુમનાં માર્ગદર્શન હેઠળ ઝડપી લીધાનું જેમના નેતૃત્‍વમાં આખું ઓપરેશન પાર પાડ્‍યું છે તેવા એસઓજી પીઆઇ અશોક ચોધરીએ અકિલા સાથેની વાતચીતમાં જણાવ્‍યુ છે.

રેલ્‍વે અને હાઈવે રસ્‍તા પર સઘન ચેકીંગ હોવાથી ડ્રગ્‍સ માફિયાઓ દ્વાર દરિયાકાંઠાનો ઉપયોગ કરી રહ્યાની માહિતી પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત સમક્ષ તેમના ભૂતકાળના આઇબી કાર્યકાળ દરમિયાનના કેન્‍દ્રીય એજન્‍સીઓ સાથેનાં કોન્‍ટેક્‍ટ આધારે શંકા લાંબા સમયથી દર્શાવતા સરપ્રાઈઝ ચેકીંગ તં દ્વારા લાંબા સમયથી હાથ ધરાયેલ છે તેમ પીઆઇ અશોક ચોધરીએ વિશેષમાં જણાવેલ.

હજીરા દરિયાકાંઠે હાથ ધરાયેલ સર્ચ ઓપરેશન દરમિયાન અમારી ટીમ દ્વારા અંદાજે ૫ કરોડનું ચરસ ઝડપી લીધું છે.અંદાજિત વજન ૧૦.૦૩૪ કિ.ગ્રામ છે. આ ચરસ અફઘાનીસ્‍તન દરિયા કાંઠેથી આવેલ છે. તેમ અશોક ચોધરી દ્વારા જણાવી એક યોગનુંયોગ એ હોવાનું જણાવેલ કે એક વર્ષ અગાઉ ઝડપેલ જથ્‍થો માફક સ્‍ટાર બગસ કોફીના પેકેટ એજ રીતે છે

(2:52 PM IST)