News of Friday, 16th August 2024
આઝાદીના અમૃતકાળમાં ગુજરાત બમણી ગતિથી વિકાસ માર્ગે : કુબેરભાઇ ડીંડોર
હિંમતનગરમાં શિક્ષણ મંત્રીની અધ્યક્ષતામાં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ખાતે શિક્ષણ મંત્રી શ્રી કુબેરભાઇ ડીંડોરના હસ્તે ધ્વજવંદન કરાયેલ તેમજ તેમણે વિશીષ્ટ વ્યકિતઓનું સન્માન કરેલ તે પ્રસંગની તસ્વીર.
રાજકોટ તા. ૧૬ : સાબરકાંઠા જિલ્લામાં જિલ્લાકક્ષાનો ૧૫મી ઓગસ્ટ સ્વાતંત્રતા પર્વ આદિજાતી વિકાસ અને શિક્ષણ મંત્રી ડો. કુબેરભાઇ ડીંડોરની અધ્યક્ષતામાં પોલીસ પરેડ ગ્રાઉન્ડ હિંમતનગર ખાતે હર્ષલ્લાસપૂર્વક ઉજવાયો હતો. મંત્રી ડો. કુબેરભાઇ ડીંડોરના હસ્તે ધ્વજ વંદન કરાયું તેમજ પરેડનું નિરીક્ષણ કરી સલામી ઝીલી જિલ્લાવાસીઓને સ્વતંત્રતા પર્વની શુભેચ્છા પાઠવી હતી.
મંત્રીશ્રીએ આ અવસરે જણાવ્યું કે, આઝાદીના અમૃતકાળમાં ગુજરાત બમણી ગતિથી વિકાસ કરી રહ્યું છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ત્રીજી વખત દેશનું સુકાન સંભાળ્યા બાદ ગુજરાતને અનેક વિકાસ પ્રકલ્પોની ભેટ આપી છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની નિશ્રામાં ગુજરાતમાં દશે દિશાઓમાં વિકાસના કાર્યો થઈ રહ્યાં છે. જે રાજયની વિકાસની સીમાને વધુ ઉપર લઈ જશે.
'એક પેડ મા કે નામ' અભિયાન અંતર્ગત વૃક્ષોનું વાવેતર કરીને રાષ્ટ્રીય સ્તરે ગુજરાતે સ્થાપેલા કિર્તીમાનનો ગૌરવભેર ઉલ્લેખ કર્યો હતો. આ પ્રસંગે દેશભકિતનો ભાવ પ્રગટ કરતા વિવિધ સાંસ્કૃતિક કર્યક્રમો શાળાના વિધાર્થીઓ દ્વારા રજુ કરાયા હતા. મંત્રીશ્રીના હસ્તે વિશિષ્ટ વ્યકિતઓનું સન્માન, વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. તેમજ તાલુકા વિકાસ માટે રૂ. ૨૫ લાખનો ચેક અર્પણ કર્યો હતો.
સ્વાતંત્રતા પર્વ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી ભારતીબેન પટેલ, સાંસદ શ્રીમતી શોભનાબેન બારૈયા, શ્રીમતી રમીલાબેન બારા, ઈડર ધારાસભ્ય શ્રી રમણલાલ વોરા, હિંમતનગર ધારાસભ્ય શ્રી વી. ડી. ઝાલા, પ્રાંતિજ ધારાસભ્યશ્રી ગજેન્દ્રસિંહ પરમાર, જિલ્લા કલેકટર શ્રી ડો રતનકંવર ગઢવીચારણ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી હર્ષદ વોરા, જિલ્લા પોલીસ વડાશ્રી વિજય પટેલ, પૂર્વ સાંસદ દિપસિંહ ચૌહાણ, અગ્રણી કનુભાઇ પટેલ, વિજય પંડ્યા, મહિલા અગ્રણી કૌશલ્યાબા તેમજ વિવિધ અમલીકરણ અધિકારીઓ, કર્મચારીઓ, શિક્ષકગણ તેમજ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા
(3:28 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
