<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 16th August 2024

આજથી ગુજરાતમાં પાંચ દિવસ સુધી હળવા ભારે વરસાદની હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવ દ્વારા આગાહી : આજે બનાસકાંઠા અને સાબરકાંઠામાં યલો અલર્ટ સાથે ભારે વરસાદ પડશે

ગુજરાતમાં 6 ટકા વધુ વરસાદ પડ્યો : સૌરાષ્ટ્ર રિઝનમાં 470 એમએમ વરસાદ નોંધાયો જે સામાન્ય પ્રમાણે 385 એમએમ હોવું જોઇએ સૌરાષ્ટ્ર-કચ્છમાં સામાન્ય કરતાં 22 ટકા વધુ વરસાદ પડ્યો

અમદાવાદ તા.૧૬ : રાજ્યમાં વરસાદે વિરામ લીધો હોય તેવો માહોલ જોવા મળી રહ્યો છે. ઘણી જગ્યાએ વાદળછાયા વાતાવરણ અને અમુક જગ્યાએ તડકાને લીધે ગરમી અનુભવાઇ રહી છે. આવામાં હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવ દ્વારા આગામી પાંચ દિવસમાં વરસાદની શક્યતા અંગે માહિતી આપવામાં આવી છે. સાથે જ તેમણે આજે બે જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરી છે. ઉપરાંત તેમના દ્વારા રાજ્યમાં અત્યાર સુધી પડેલા વરસાદની માહિતી આપવામાં આવી છે.

હવામાન વિભાગે રાજ્યમાં વરસાદની આગાહી કરી છે. આજે બનાસકાંઠા, સાબરકાંઠામાં યલો અલર્ટ સાથે ભારે વરસાદની આગાહી કરી છે. રાજ્યના અન્ય જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.

આગામી પાંચ દિવસ ગુજરાતના તમામ જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદનું પૂર્વાનુમાન છે. આજે બનાસકાંઠા અને સાબરકાંઠામાં ભારે વરસાદની આગાહી છે અને સાથે જ યલો એલર્ટ છે.

સાથે જ તેમણે કહ્યું કે, આગામી પાંચ દિવસ ભારે વરસાદની આગાહી નથી. આજે નોર્થ-વેસ્ટ રાજસ્થાન પર એક સાયક્લોનિક સર્ક્યુલેશન છે, જેના લીધે બનાસકાંઠા અને સાબરકાંઠામાં ભારે વરસાદની આગાહી છે.

હાલ અમદાવાદમાં વરસાદ નથી, તે અંગે તેમણે જણાવ્યું કે, હાલ વરસાદ આપનારી કોઇ સિસ્ટમ ન હોવાને લીધે અમદાવાદ અને તેની આસપાસના જિલ્લાઓમાં ખાસ વરસાદ પડી રહ્યો નથી.

રાજ્યમાં આ વર્ષે ચોમાસા દરમિયાન પડેલા વરસાદની માહિતી આપતાં રામાશ્રય યાદવે જણાવ્યું કે, અત્યાર સુધી ગુજરાતમાં 506 એમએમ વરસાદ સામે 534 એમએમ વરસાદ થયો છે. ગુજરાતમાં 6 ટકા વરસાદ વધુ વરસાદ નોંધાયો છે. 1 જૂનથી અત્યાર સુધી વરસાદ સામાન્ય કરતાં વધારે થયો છે.

સૌરાષ્ટ્ર રિઝનમાં 470 એમએમ વરસાદ નોંધાયો છે. જે સામાન્ય પ્રમાણે 385 એમએમ હોવું જોઇએ. આમ, સૌરાષ્ટ્ર-કચ્છમાં સામાન્ય કરતાં 22 ટકા વધુ વરસાદ પડ્યો છે.

(3:35 PM IST)