<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 16th August 2024

હીરામણી શાળામાં આઝાદી પર્વની શાનદાર ઉજવણી

રાજકોટ : અમદાવાદની હીરામણી સ્કુલમાં સ્વાતંત્ર્ય દિન નિમિતે ધ્વજવંદન કાર્યક્રમ  શ્રી રાજાભાઈ પાઠક (મેનેજિંગ ટ્રસ્ટીશ્રી, સત્વ વિકાસ સ્કૂલ)ના મુખ્ય મહેમાન પદે યોજાયો હતો. આ પ્રસંગે તેમણે પોતાના વકતવ્યમાં જણાવ્યું હતું કે તમે નસીબદાર છો કે આઝાદ ભારતમાં જન્મ લીધો છે અને હીરામણિ જેવી શાળામાં અભ્યાસ કરવાની તક મળી છે. ભારત દેશના વિકાસ માટે આપ સૌએ સજ્જ થવું પડશે. માત્ર પોતાનું જ નહીં પણ સમગ્ર સમાજ અને સમગ્ર વર્ગના વિકાસ સંદર્ભે વિચારવું પડશે. લોકોમાં ભાઈચારો હશે, તો જ વિકાસ શક્ય છે. આ પ્રસંગે હીરામણિ સંસ્થાના પ્રમુખ શ્રી નરહરિ અમીન, ઉપપ્રમુખ શ્રી નીતાબેન અમીન, મંત્રી શ્રી આર સી પટેલ, સહમંત્રી શ્રી પંકજ દેસાઈ, મેનેજિંગ ટ્રસ્ટીશ્રી ડો. વરુણ અમીન, ગર્વનિંગબોર્ડના સભ્યો શ્રી ધનશ્યામભાઈ અમીન, શ્રી હરીકૃષ્ણભાઈ અમીન, શ્રી પ્રવિણભાઈ અમીન, શ્રી મૃદુલાબેન અમીન, પ્રશાંતભાઈ અમીન, ધર્મેશભાઈ પટેલ, આશિષ અમીન, સીઇઓ શ્રી ભગવત અમીન, લીગલ એડવાઇઝર સૌરભભાઇ અમીન વગેરે ઉપસ્થિત રહ્યા હતાં. તેમ સી.ઇ.ઓ. ભગવત અમીન જણાવે છે.

(3:38 PM IST)