<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 16th August 2024

ગુજરાત વિવિધ ક્ષેત્રે સિધ્‍ધીના શિખરેઃ એસ. કે. મોદી નર્મદા જિલ્લાની નામના વૈશ્વિક ફલક પરઃ ધ્‍વજવંદન કરાવતા કલેકટર

નર્મદા જિલ્લા કક્ષાના આઝાદી પર્વની ઉજવણી પ્રસંગે કલેકટર શ્રી એસ. કે. મોદીએ તિરંગો લહેરાવી પ્રાસંગિક ઉદબોધન કર્યુ હતું.

રાજકોટ તા. ૧૬ :આઝાદીના ૭૮મા સ્‍વાતંત્ર્ય પર્વ ૧૫મી ઓગસ્‍ટની નર્મદા જિલ્લાકક્ષાની ઉજવણી જિલ્લા કલેક્‍ટરશ્રી એસ.કે.મોદીના હસ્‍તે ધ્‍વજવંદન કરી ત્રિરંગાને સલામી આપી પરેડનું નિરિક્ષણ કર્યું હતું.  રાજપીપલા ખાતે શ્રી છોટુભાઈ પુરાણી વ્‍યાયામ મહાવિદ્યાલયના મેદાનમાં હર્ષ અને ઉમંગભેર રાષ્‍ટ્રીય પર્વની ઉજવણી કરવામાં આવી હતી.

જિલ્લા કલેક્‍ટરશ્રી એસ.કે.મોદીએ ૭૮મા સ્‍વતંત્રતા પર્વની ઉજવણી પ્રસંગે સંબોધતન કરતા જિલ્લાના નાગરિકોને રાષ્‍ટ્રીય પર્વની શુભેચ્‍છાઓ પાઠવી જિલ્લાની પ્રગતિ ઉત્તરોત્તર થતી રહે અને વિશ્વ ફલક પર જિલ્લાનું નામ રોશન થાય તેવું સૌ સાથે મળી પ્રયાસ કરીએ તેવી નેમ વ્‍યક્‍ત કરી હતી.  તેમણે ગુજરાત વિકાસના શિખરે હોવાનું જણાવી સરકારી યોજનાઓ વર્ણવી હતી.

જિલ્લા કલેક્‍ટર શ્રી એસ.કે. મોદીએ જિલ્લાના નાગરિકોને જણાવ્‍યું કે, મા ભોમની રક્ષા કાજે દેશના અનેક ક્રાંતિકારી મહાનાયકો, વીર શહીદો, લડવૈયાઓ તથા સ્‍વાતંત્ર્ય સેનાનીઓને નત મસ્‍તકે વંદન કરૂં છું. દેશની આઝાદીમાં શહીદી વહોરનારા વીરજવાનો, નામીઅનામી લડવૈયાઓ, મહાનાયકોએ આપેલા ત્‍યાગ અને બલિદાનને આજે આપણે સૌ નાગરિકો દિલથી યાદ કરીએ છે. રાષ્‍ટ્રપિતા પૂજ્‍ય મહાત્‍મા ગાંધીજી, સરદાર વલ્લભભાઈ પટેલ, શ્‍યામજી કળષ્‍ણ વર્મા, વીર સાવરકર સહિતના સ્‍વાતંત્ર્ય વીરો અને મહાપુરુષોએ દેશને ગુલામીની જંજીરોમાંથી મુક્‍ત કરાવવા માટે અથાગ સંઘર્ષ કર્યો હતો. તેના પરિણામે આજે આપણને આઝાદ ભારતના સંતાન હોવાનું સદભાગ્‍ય સાંપડ્‍યું છે. આ તકે દેશના બંધારણના ઘડવૈયા ડાઙ્ઘ. બાબાસાહેબ આંબેડકરને પણ હું શત્‌ શત્‌ નમન કરૂં છું. તેમણે આપેલા બંધારણને આપણે સૌ અનુસરીએ તેમ ઉમેર્યું હતું.

 

આપણા રાષ્‍ટ્રીય પર્વોની ઉજવણીને જન-જન સાથે જોડવાનો માનનીય વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઈ મોદીએ શરૂ કર્યો. સાથે જ ગુજરાત સરકારે આ પર્વોને લોકોત્‍સવ તરીકે ઉજવવાની પહેલ કરી છે. જેમાં આજે આપણે સૌ સામેલ છીએ. ગુજરાતના મુખ્‍યમંત્રીશ્રી ભૂપેન્‍દ્રભાઈ પટેલના નેતળત્‍વમાં આજે ગુજરાત શિક્ષણ, વેપાર, ઉદ્યોગ, ઙ્કવાસન, રોજગાર, શાંતિ અને સલામતીના દરેક ક્ષેત્રે સિદ્ધિના શિખરે બિરાજે છે.

ભારતવાસીઓ માટે આવું એક મક્કમ કદમ એટલે વિકસિત ભારત સંકલ્‍પ યાત્રા જેમાં ગુજરાત અગ્રેસર છે. ‘વિકસિત ગુજરાત'નો રાજ્‍ય સરકારનો સંકલ્‍પ છે. ‘'દેશની યુવા ઉર્જાને એક લક્ષ્ય તરફ દોરી જવી, તેમના વૈવિધ્‍યપૂર્ણ વિચારોને સ્‍ટાર્ટઅપના માધ્‍યમથી વિકસિત ભારતના નિર્માણની ધારા સાથે જોડવામાં આવે અને  દેશની ઙ્કગતિમાં દરેક નાગરિક જોડાય અને સક્રિય ભાગીદારી નિભાવે તે ૨૦૪૭નું વિઝન અને મિશન છે.'

અખંડ ભારતના શિલ્‍પી સરદાર વલ્લભભાઇ પટેલે એક રાષ્‍ટ્ર બનાવ્‍યું તો બીજા પનોતા પુત્ર અને દેશના ત્રીજી વારના વડાપ્રધાનશ્રી નરેન્‍દ્રભાઇ મોદીએ આપણા દેશને એક ભારત શ્રેષ્ઠ ભારત બનાવી નર્મદા જિલ્લાને પ્રવાસન થકી વિશ્વ ફલક સુધી લઈ જનારી ૧૮૨ મીટર ઊંચી પ્રતિમા સ્‍ટેચ્‍યુ ઓફ યુનિટીની ભેટ મળી છે. અહીં પ્રવાસનને વેગ મળતા સ્‍થાનિક આદિવાસી યુવક-યુવતીઓ ઘર આંગણે રોજગારી મેળવી પગભર થયા છે. 

એકતાનગરની મુલાકાતે આવતા પ્રવાસીઓ સરદાર સરોવર નર્મદા બંધ, ચિલ્‍ડ્રન ન્‍યૂટ્રિશિયન પાર્ક, આરોગ્‍ય વન, જંગલ સફારી પાર્ક, કેક્‍ટસ ગાર્ડન, વેલી ઓફ ફલાવર, રિવર રાફિંટગ, બોટિંગ, નર્મદા ઘાટ ખાતે આરતી, એકતા મોલ, મહિલા સંચાલિત પિંક ઈ-રિક્ષાની સવારી સહિત પ્રાકળતિક સૌંદર્યથી આચ્‍છાદિત વન સંપદાનો નજારો પ્રવાસીઓને માણવાનો અનેરો લ્‍હાવો મળે છે. 

આ ઉજવણી પ્રસંગે નાંદોદ તાલુકાની છ શાળાના બાળકોએ દેશભક્‍તિને અને સાંસ્‍કળતિક કાર્યક્રમો રજૂ કર્યા હતા. જેમાં પ્રથમ, દ્વિતિય, તળતિય ક્રમે આવનારને મહાનુભાવોના હસ્‍તે પ્રમાણપત્રો એનાયત કરાયા હતા. તેમજ જિલ્લાના વિવિધ વિભાગો દ્વારા શ્રેષ્ઠ કામગીરી કરનાર કર્મયોગીઓને ઙ્કમાણપત્રો આપી સન્‍માનિત કરાયા હતા. પોલીસ વિભાગની ટીમ દ્વારા વોલી ફાયરિંગ હર્ષ ધ્‍વનિ અને ડોગ સ્‍ક્‍વોડની ટીમ દ્વારા સુંદર નિદર્શન કરવામાં આવ્‍યું હતું.

નાંદોદ તાલુકાના વિકાસ માટે જિલ્લા કલેક્‍ટરશ્રીના હસ્‍તે રૂપિયા ૨૫ લાખનો ચેક મામલતદારશ્રીને અર્પણ કરાયો હતો. કાર્યક્રમ બાદ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત કાર્યક્રમ સ્‍થળે મહાનુભાવોના હસ્‍તે વળક્ષારોપણ કરવામાં આવ્‍યું હતું. નર્મદા જિલ્લાના આઈકોનિક સ્‍થળ અને તાલુકા કક્ષાએ, સ્‍વૈચ્‍છિક સંસ્‍થાઓ, શાળા-કોલેજોમાં પણ રાષ્‍ટ્રીય પર્વની ઉત્‍સાહભેર ઉજવણી કરવામાં આવી હતી.

જિલ્લાકક્ષાની આ ઉજવણી પ્રસંગે ભરૂચના સાંસદ શ્રી મનસુખભાઈ વસાવા, જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી ભિમસિંહભાઈ તડવી, નાંદોદના ધારાસભ્‍ય ડો. દર્શનાબેન દેશમુખ, રાજપીપલા રાજવી પરિવારના શ્રી માનવેન્‍દ્રસિંહ ગોહિલ તથા પરિવારના સભ્‍યો, જિલ્લા વિકાસ અધિકારીશ્રી અંકિત પન્નુ, પોલીસ અધિક્ષકશ્રી પ્રશાંત સુંબે, મદદનીશ કલેક્‍ટર સુશ્રી મુસ્‍કાન ડાગર, નાયબ વન સંરક્ષક સર્વશ્રી નિરજકુમાર અને શ્રી મિતેશ પટેલ, નિવાસી અધિક કલેક્‍ટરશ્રી સી.કે.ઉંધાડ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્‍સીના નિયામકશ્રી જે.કે.જાદવ, નાંદોદના પ્રાંત અધિકારીશ્રી ડો. કિશનદાન ગઢવી, નાયબ કલેકટર પ્રોટોકોલશ્રી એન.એફ.વસાવા સહિત જિલ્લાના વિવિધ વિભાગોના અમલીકરણ અધિકારીશ્રીઓ, ચૂંટાયેલા સભ્‍યો અને નાગરિકો મોટી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહી ઉત્‍સાહભેર ભાગ લીધો હતો.

(4:28 PM IST)