News of Friday, 16th August 2024
મંગળવારથી ત્રણ દિવસ કચ્છ, રાજકોટ, બનાસકાંઠા સહિતના જિલ્લાઓમાં વરસાદની શક્યતા નહીંવત
કાલથી ત્રણ દિવસ રાજ્યમાં હળવોથી મધ્યમ વરસાદ વરસશે

અમદાવાદ :ગુજરાતમાં અઠવાડિયાથી છૂટો છવાયો હળવોથી મધ્યમ વરસાદ વરસી રહ્યો છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા આજે બનાસકાંઠા અને સાબરકાંઠામાં ભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગે કરેલી આગાહી પ્રમાણે 17થી 19 ઓગસ્ટ સુધી રાજ્યમાં હળવોથી મધ્યમ વરસાદ વરસશે. જ્યારે 20થી 22 ઓગસ્ટ સુધી કચ્છ, રાજકોટ, બનાસકાંઠા સહિતના જિલ્લાઓમાં વરસાદની શક્યતા નહીંવત છે.
17 ઓગસ્ટના રોજ બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહિસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ જિલ્લામાં મોટાભાગના સ્થળોએ ગાજવીજ સાથે વરસાદ થઇ શકે છે. સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર , જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ જિલ્લામાં અમુક ભાગોમાં હળવોથી મધ્યમ વરસાદ થઇ શકે છે.
18 ઓગસ્ટના રોજ બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહિસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર , જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ જિલ્લામાં અમુક ભાગોમાં હળવોથી મધ્યમ વરસાદ થઇ શકે છે.
19 ઓગસ્ટના રોજ બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહિસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ જિલ્લામાં અમુક ભાગોમાં ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે. સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર , જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ જિલ્લામાં છૂટો છવાયો વરસાદ થઇ શકે છે.
20 અને 21 ઓગસ્ટના રોજ વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ જિલ્લામાં અમુક ભાગોમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે. જૂનાગઢ, અમરેલી, ભાવનગર, બોટાદ, અમદાવાદ, ગાંધીનગર, ખેડા, આણંદ, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ જિલ્લામાં છૂટો છવાયો વરસાદ થઇ શકે છે. જ્યારે કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, સુરેન્દ્રનગર, જામનગર, રાજકોટ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર અને ગીર સોમનાથમાં વરસાદની શક્યતા નહીંવત છે.
22 ઓગસ્ટના રોજ વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ જિલ્લામાં અમુક ભાગોમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે. બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહિસાગર, અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથમાં છૂટો છવાયો વરસાદ થઇ શકે છે. જ્યારે કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ, બોટાદ, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર અને જૂનાગઢમાં વરસાદની શક્યતા નહીંવત છે.
(6:32 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
