News of Friday, 16th August 2024
૭૮ મા સ્વાતંત્ર્ય પર્વની અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ઉત્સાહભેર ઉજવણી
આરોગ્ય સચિવ ધનંજય દ્વિવેદી નાં હસ્તે તિરંગો ઝંડો ફરકાવી સલામી આપી સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ:૧૫ મી ઓગસ્ટે મેડીસીટી કેમ્પસ ની વિવિઘ સંસ્થાઓ ના ૧૫ આરોગ્યકર્મીઓનું બહુમાન કરવામાં આવ્યું:૨૦૪૭ સુધીમાં કુપોષણ ને નાથવા તમામ ને બેલેન્સ ડાયેટ લેવાં અને અન્યો ને સમજાવવા શપથ લેવડાવવામાં આવી

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ૭૮માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવી હતી. ૭૮મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીમાં સિવિલ હોસ્પિટલના અસ્મિતા ભવન ખાતે રંગારંગ ઉજવણી કરીને સમગ્ર કેમ્પસને દેશભક્તિમય બનાવવામાં આવ્યું હતુ.
૧૫ મી ઓગસ્ટના સ્વાતંત્ર્ય પર્વે સિવિલ હોસ્પિટલ તંત્ર દ્વારા મેડીસિટી કેમ્પસ માં આવેલી વિવિઘ સંસ્થાઓ નાં ૧૫ આરોગ્યકર્મીઓનું તેમની ઉત્કૃષ્ટ કામગીરી બદલ બહુમાન કરવામાં આવ્યું હતુ.
આરોગ્ય સચિવ ધનંજય દ્વિવેદી દ્વારા અસ્મિતા ભવન ખાતે હાજર તમામ ને સમાજ અને દેશ પ્રત્યે પોતાની જવાબદારી નિભાવી સાચા અર્થ માં સ્વાતંત્ર્ય દિન ની ઉજવણી કરવા જણાવ્યુ હતુ. તેમણે ૨૦૪૭ સુધી માં સમાજ માથી કુપોષણ ને નાથવા તમામ ને પોતાના સગાવહાલા તેમજ આસપાસ ના લોકો ને સંતુલિત આહાર લેવા જાગૃત કરવા હાકલ કરી હતી.
સિવિલ હોસ્પિટલમાં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી આરોગ્ય સચિવ ધનંજય દ્વિવેદી ની ઉપસ્થિતિ ની સાથે પીજી ડિરેક્ટર અને ઇન્ચાર્જ અધિક નિયામક, તબીબી શિક્ષણ ડો. મીનાક્ષી પરીખ, ડીન, બીજે મેડીકલ કોલેજ હંસા ગોસ્વામી, , સિવિલ હોસ્પિટલ સુપ્રીટેન્ડન્ટ ડૉ. રાકેશ જોષી, સિવિલ હોસ્પિટલ નાં એડિશનલ મેડીકલ સુપરિટેન્ડેન્ટ ડો. રજનીશ પટેલ, યુ.એન. મહેતા ડાયરેક્ટર ડૉ. ચિરાગ દોશી, જી.સી.આર.આઇ. ડાયરેક્ટર ડૉ. શશાંક પંડ્યા, કિડની ઇન્સ્ટીટ્યુટ ડાયરેક્ટર ડૉ. પ્રાંજલ મોદી, એમ એન્ડ જે આંખ ની હોસ્પિટલ નાં ડાયરેક્ટર ડૉ. સ્વાતિ રવાણી, સ્પાઈન હોસ્પિટલ નાં ડાયરેક્ટર ડો. પિયુષ મિત્તલ અને ડેન્ટલ હોસ્પિટલ નાં ડિરેક્ટર ડૉ. રુપલબેન સહિતના ઉચ્ચ તબીબો આ ઉજવણીમાં હાજર રહ્યા હતા
(7:11 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
