<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 16th August 2024

23મીએ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે આવશે ગુજરાત :અમદાવાદમાં જાહેરસભા ગજાવશે

ગુજરાત કોંગ્રેસ દ્વારા આયોજીત ન્યાય યાત્રાના સમાપન કાર્યક્રમમાં મલ્લિકાર્જુન ખડગે હાજરી આપશે

અમદાવાદ :  કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે આગામી 23મી ઓગસ્ટના રોજ ગુજરાતની મુલાકાતે આવશે. ગુજરાત કોંગ્રેસ દ્વારા આયોજીત ન્યાય યાત્રાના સમાપન કાર્યક્રમમાં મલ્લિકાર્જુન ખડગે હાજરી આપશે. અમદાવાદ ખાતે કોંગ્રેસ દ્વારા આયોજીત ન્યાય યાત્રાનું સમાપન થશે. યાત્રાના સમાપનમાં મલ્લિકાર્જુન ખડગે જાહેરસભાને સંબોધન કરશે. 

 અત્રે ઉલ્લેખનીય છે કે, 9 જુલાઈએ મોરબી ખાતેથી કોંગ્રેસ દ્વારા ન્યાય યાત્રાની શરૂઆત થઈ હતી.

(7:38 PM IST)