News of Friday, 16th August 2024
રાજ્યમાં આગામી 5 દિવસ ભારે વરસાદની શક્યતા નહીંવત
રાજ્યમાં કોઇ સિસ્ટમ સક્રિય નહીં થતા 6 ટકા વરસાદની ઘટ: સૌરાષ્ટ્રમાં સીઝનનો 22 ટકા વધુ વરસાદ નોંધાયો

અમદાવાદ : રાજ્યમાં વરસાદને લઇ હવામાન વિભાગની આગાહી આપવામાં આવી છે. આગામી 5 દિવસ ભારે વરસાદની શક્યતા નહીંવત છે. આજે બનાસકાંઠા અને સાબરકાંઠામાં ભારે વરસાદની શક્યતા છે.
નોર્થ-વેસ્ટ રાજસ્થાનમાં સાક્યક્લોનિક સર્ક્યુલેશન બન્યું છે. રાજ્યમાં કોઇ સિસ્ટમ સક્રિય નહીં થતા 6 ટકા વરસાદની ઘટ છે. સૌરાષ્ટ્રમાં સીઝનનો 22 ટકા વધુ વરસાદ નોંધાયો છે, અન્ય જિલ્લામાં ઓછો અમદાવાદ જિલ્લા કરતા શહેરમાં વરસાદ ઓછો છે.
(7:46 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
