<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 16th August 2024

ગુજરાતમાં જીરાનો સૌથી ઉંચો 5020 રૂપિયા ભાવ ઉંઝામાં બોલાયો: જાણો રાજ્યની 27 માર્કટિંગ યાર્ડ શું રહ્યો ભાવ ?

રાજ્યની 27 માર્કેટિંગ યાર્ડમાં કુલ 639.01 ટન જીરાની આવક થઇ: જાણો કયા યાર્ડમાં જીરાનો શું ભાવ રહ્યો?

અમદાવાદ : રાજ્યની 27 માર્કેટિંગ યાર્ડમાં કુલ 639.01 ટન જીરાની આવક થઇ છે. રાજ્યમાં જીરાનો સૌથી ઉંચો ભાવ ઉંઝા માર્કેટિંગ યાર્ડમાં 5020 રૂપિયા બોલાયો છે. ઉંઝા માર્કેટિંગ યાર્ડમાં નીચે ભાવ 4050 રૂપિયા બોલાયો હતો. આ ઉપરાંત રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં 4911 રૂ., માંડલમાં 4825 રૂ., થરાદમાં 4781 રૂ. અને ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં 4751 રૂપિયા ભાવ બોલાયો હતો.


કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયની કોમોડિટીની દૈનિક વિગતો દર્શાવતી વેબસાઈટ અનુસાર આજે ગુજરાતમાં વિવિધ માર્કેટિંગ યાર્ડમાં જીરાની કુલ 639.01 ટન આવક થઇ છે. મહેસાણા જિલ્લામાં 423.56 ટન, રાજકોટમાં 145.60, મોરબીમાં 20, જામનગરમાં 11.40, બોટાદમાં 9.80, અમદાવાદમાં 8.20, બનાસકાંઠામાં 6.06, કચ્છમાં 4.96, સુરેન્દ્રનગરમાં 2.47, પાટણમાં 2.36, અમરેલીમાં 2 અને દેવભૂમિ દ્વારકામાં 1 ટન જીરાની આવક થઇ છે.

આ પણ વાંચોઃ 14 ઓગસ્ટના રોજ 27 માર્કેટ યાર્ડમાં શું રહ્યો હતો જીરાનો ભાવ?

જાણો કયા યાર્ડમાં જીરાનો શું ભાવ રહ્યો?

માર્કેટ યાર્ડનીચો ભાવઉંચો ભાવઊંઝા40505020રાજકોટ42504911માંડલ45004825થરાદ37004781ગોંડલ30004751મોરબી41804740ધ્રાંગ્રધ્રા44954726સાવરકુંડલા44504700બાબરા41004690દસાડા-પાટડી44204685બોટાદ41404680વાંકાનેર40004651જસદણ42504650રાપર40004633અમરેલી38504620ભચાઉ45004620ધ્રોલ40004610અંજાર44404600કાલાવડ29004580ધાનેરા39004551ભાણવડ40804500પાટણ41504470ડીસા44004400પોરબંદર38503850

(10:52 PM IST)