<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 16th August 2024

રાજકોટમાં કપાસનો ભાવ રૂ.1575 સુધી બોલાયો :જાણો રાજ્યની 14 માર્કેટ યાર્ડમાં કપાસનો ભાવ?

ગુજરાતની 14 માર્કેટ યાર્ડમાં કુલ 335.10 ટન કપાસની આવક થઇ: સૌથી ઊંચો ભાવ નિઝરમાં રૂ.1583 બોલાયો

અમદાવાદ :ગુજરાતની 14 માર્કેટ યાર્ડમાં કુલ 335.10 ટન કપાસની આવક થઇ હતી. જેમાં રાજ્યમાં કપાસનો સૌથી ઉંચો ભાવ નિઝરમાં રૂ.1583 બોલાયો હતો. જ્યારે રાજકોટ માર્કેટ યાર્ડમાં કપાસનો ભાવ રૂ. 1575 સુધી બોલાયો હતો. રાજકોટમાં કપાસનો નીચો ભાવ 1450 રૂપિયા સુધી ગયો હતો. આ ઉપરાંત ગોંડલમાં 1541 રૂપિયા ઉંચો ભાવ રહ્યો હતો.

કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયની કોમોડિટીની દૈનિક વિગતો દર્શાવતી વેબસાઈટ અનુસાર આજે ગુજરાતમાં વિવિધ માર્કેટિંગ યાર્ડમાં કુલ 335.10 ટન કપાસની આવક થઇ છે. જેમાં રાજકોટ જિલ્લામાં 252.90 ટન, અમરેલીમાં 46.50, બોટાદમાં 25.80, છોટા ઉદેપુરમાં 4.50, જામનગરમાં 3.10, સુરતમાં 1.20 અને બોટાદ જિલ્લામાં 1.10 ટન કપાસની આવક થઇ છે.

 

કયા માર્કેટ યાર્ડમાં કપાસનો શું ભાવ રહ્યો?

માર્કેટ યાર્ડનીચો ભાવઉંચો ભાવનિઝર15551583રાજકોટ14501575સાવરકુંડલા12221570બોટાદ14471569બાબરા14151560ગોંડલ11011541જેતપુર12501537અમરેલી9401534જસદણ9461518ધ્રોલ10801451બોડેલી13401380કાલાવડ10051350જંબુસર11201200જંબુસર(કાવી)10401120

(10:58 PM IST)