News of Friday, 16th August 2024
સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે... રાજપીપળાથી બુલેટ સાથે નીકળેલી રેલી કેવડીયા ખાતે પહોંચી

(ભરત શાહ દ્વારા) રાજપીપળા:રાજપીપળામાં આવેલા રોયલ એનફિલ્ડ બુલેટના શોરૂમ વ્રજ ઓટો. દ્વારા યુવા વર્ગ માં દેશભક્તિ જાગે તેવા ઉમદા આશય થી એક બાઈક(બુલેટ) રેલી નું આયોજન કરવામાં આવ્યું, ૭૮ મો સ્વાતંત્ર્ય પર્વ હોવાથી વ્રજ ઓટો. દ્વારા આ આયોજન કરાયું હતું. જેમાં રાજપીપળા કાળા ઘોડા સર્કલ પર ના સૌથી ઊંચા રાષ્ટ્રધ્વજ પાસેથી બુલેટ સાથે યુવાનો ની એક વિશાળ રેલી કાઢવામાં આવી અને આ રેલી રાજપીપળા માં મુખ્ય માર્ગો પર ફરી કેવડીયા રેલવે સ્ટેશન પર આવેલા રાષ્ટ્રધ્વજ પાસે પહોંચી ત્યારબાદ કેવડીયા ગામ માં પણ આ રેલી ફરી. આમ વ્રજ ઓટો. દ્વારા યુવાનો માં દેશભક્તિ જગાડવાનો આ એક સુંદર પ્રયાસ કરવામાં આવ્યો હતો.
(11:53 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
