<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 16th August 2024

૭૮માં સ્વાતંત્ર દિવસનાં ભાગરૂપે નર્મદા જીલ્લા T.R.B. દ્વારા રાષ્ટ્રધ્વજ વંદન કાર્યક્રમ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા:૭૮મો સ્વાતંત્ર દિવસના ભાગરૂપે નર્મદા જીલ્લા T.R.B. દ્વારા રાષ્ટ્રધ્વજ વંદન કાર્યક્રમ” મોવી-બોરીદ્રા પ્રાથમિક શાળાના સંયુક્ત ઉપક્રમે યોજવામાં આવેલ હતો.
આ કાર્યક્રમના મુખ્ય અધ્યક્ષ એસ.એસ.મિશ્રા જીલ્લા ટ્રાફિક પી.એસ.આઈ. તથા જીલ્લા ટ્રાફિક પોલીસ કર્મચારી તથા સાંઈ ટ્રાફિક એજ્યુકેશન ટ્રસ્ટ,નર્મદાનાં પ્રમુખ યોગેશ પટેલ તથા મોવી ગામના ડેપ્યુટી સરપંચ શર્મિલાબેન એન.વસાવા દ્વારા રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવેલ.આ શુભ પ્રસંગે શાળાનાં આચાર્ય હિતેશ સોલંકી તથા સહાયક જ્યોતિબેન દ્વારા મહેમાનોનું ઢોલનગારા તથા નાની બાળાઓ દ્વારા ફૂલોથી વધાવીને તિલક કરીને ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવેલ.
આ પ્રસંગે પ્રાસંગિક પ્રવચન આપતા એસ.એસ.મિશ્રા એ જણાવેલ કે આ સ્વાતંત્રતા આઝાદીના વર્ષો બાદ તથા સાચી આઝાદી હોય તો તે આજનો દિવસ છે.અને સ્વાતંત્ર મેળવવા માટે કેટલાય સ્વાતંત્ર્ય સેનાનીઓને યાદ કરીશું જેઓએ દેશની આઝાદી માટે પોતાના પ્રાણનો ત્યાગ આપીને આપણને આઝાદી અપાવી છે.જે વીર શહીદોને યાદ કરીને આજે તેમને વંદન કરીએ છીએ.
    ત્યારબાદ સંસ્થાના પ્રમુખ દ્વારા પ્રાસંગિક ઉદબોધન કરતાં આ શુભ અવસર પર સૌને ખૂબ-ખૂબ શુભેચ્છાઓ પાઠવેલ.આજે આપણે ભારત દેશમાં રહીએ છીએ તો દરેક ભારતીય માટે તેનો દેશ પહેલો આવવો જોઈએ અને ભારત દેશ દુનિયાની સૌથી મોટી લોકશાહી દેશ છે તેનો ગર્વ હોવો જોઈએ. તથા ગ્રામજનોને આ પર્વ નિમિત્તે મુખ્ય મંત્રી ભુપેન્દ્ર પટેલનાં સંદેશ મુજબ “એક પેડ માં કે નામ”ને સાર્થક કરવા એસ.એસ. મિશ્રા, તથા યોગેશ પટેલ તથા ડે.સરપંચ તથા પ્રાથમિક શાળાનાં આચાર્ય તથા ગ્રામજનોની હાજરીમાં આસોપાલવનું વૃક્ષ વાવવામાં આવ્યું હતું.

  આ સમગ્ર કાર્યક્રમમા સંસ્થાના T.R.B. જવાનો દ્વારા પરેડ કરી રાષ્ટ્રધ્વજને સલામી આપવામાં આવી હતી.આ કાર્યક્રમ હેઠળ નર્મદા જીલ્લામાં પ્રથમવાર T.R.B. દ્વારા રાષ્ટ્રધ્વજ ફરકવામાં આવ્યો હતો. શાળાનાં આચાર્ય દ્વારા આભારવિધી કરી કાર્યક્રમને પૂર્ણ કરવામાં આવેલ.કાર્યક્રમના અંતે સંસ્થાના પ્રમુખ દ્વારા તમામ સહભાગી લોકોનો આભાર માની નાના બાળકોને નાસ્તા વિતરણ કરી કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવેલ.

(11:50 PM IST)