<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 16th August 2024

રૂપિયા પડાવવા લગ્ન કરાવતી ટોળકી રાજપીપળામાં ફરી સક્રિય : એક યુવાન પાસે રૂ. ૧.૭૦ લાખ ખંખેરી લીધા

ભૂતકાળમાં આવી જ એક ટોળકીએ ઘણા યુવાનો પાસે રૂપિયા પડાવ્યા હતા ત્યારબાદ આમલેથા પોલીસે ટોળકીને પકડી પાડી હતી

(ભરત શાહ દ્વારા) રાજપીપળા:રાજપીપળામાં રૂપિયા પડાવવા લગ્નના નાટક કરતી ગેંગ ફરી સક્રિય થઈ હોય એમ લાગી રહ્યું છે, ભૂતકાળમાં આવી ગેંગ એ ઘણા યુવાનો ને ભેરવી રૂપિયા ખંખેરી લીધા હતા અને હાલ માં આવી એક ગેંગે વધુ એક યુવાન ને ટાર્ગેટ બનાવ્યો છે
મળતી માહિતી અનુસાર મનોજભાઈ ખેતાભાઈ લુહાર ઉ.વ-૨૪( રહે-કપડવંજ ભુમી એપાર્ટમેન્ટ બી/૧૮ તા.કપડવંજ જી.ખેડા )નાઓ એ આપેલી ફરિયાદ મુજબ
તેમને (૧) તેજલબેન દિપકભાઈ રણજીતભાઈ વસાવા (હાલ રહે ખેરાવાડ ફળીયુ તા.ડભોઈ જી.વડોદરા )તથા તેની સાથે તેના (૨) પપ્પા બનીને આવેલ ભાઈ ઈશ્વરભાઈ તથા તેના મળતીયા (૩) કિરીટભાઈ (રહે ડભોઈ કાછીયાવાડ દયારામ સ્કુલની પાછળ, જી.વડોદરા) (૪) મનોજભાઈ (રહે ભરૂચ (અંકલેશ્વર), અનિલભાઈ રહે ભીલાપુર ફાટક વાળુ ફળીયુ તા.ડભોઈ જી.વડોદરા તથા (૫)જયેશભાઈ તથા (૬) વિલાસબેન જે કિરીટ ભાઈની મહીલા મિત્ર એ ભેગા મળી ગુનાહીત કાવતરૂ રચી પહેલાથી લગ્ન કરવાનો વિશ્વાસ આપી લગ્ન પેટે કુલ રૂપીયા ૧,૭૦,૦૦૦/- ની ઠગાઈ કરી ગીતાબેન ઈશ્વરભાઈ તડવી નામના ખોટા ડોક્યુમેન્ટના સાચા તરીકે ઉપયોગ કરી નોટરી રૂબરૂ લગ્ન નું એફીડેવીટ રૂ.૫૦ ના સ્ટેમ્પ ઉપર કરી ગુનો કરતા રાજપીપળા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

(11:51 PM IST)