News of Friday, 16th August 2024
મહીજીપુરા ગામે પ્રાથમિક શાળા પાસે જુગાર રમતા 2 પકડાયા, 6 જુગારીયાઓ નાશી છૂટયા

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકાના મહીજીપુરા ગામની પ્રાથમિક શાળા પાસે ચાલતા જુગાર પર પોલીસે છાપો મારતાં બે જુગારીયાઓને મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા જ્યારે છ જુગારીયાઓ નાશી જતા વોન્ટેડ જાહેર કર્યા છે
પ્રાપ્ત માહિતી અનુસાર તિલકવાડા પોલીસને મળેલી બાતમીના આધારે મહીજીપુરા ગામે પ્રાથમિક શાળા નજીક જુગાર પર રેઇડ કરતા ત્યાં જુગાર રમતા (૧) તલસીભાઇ શંકરભાઇ વસાવા,( રહે. મહીજીપુરા તા.તિલકવાડા જી.નર્મદા) (૨) દિલીપભાઇ મંગુભાઇ વસાવા( રહે. ઓડંબીયા તા.તિલકવાડા જી.નર્મદા )નાઓ ને ઝડપી પાડ્યા હતા, તેમની અંગ ઝડતીમાંથી રોકડા રોકડા રૂ.૨,૮૪૦/- તથા દાવ ઉપરના રૂ.૧,૦૬૦/- મળી કુલ જુગારના રોકડા રૂ.૩,૯૦૦/- તથા મોબાઇલ નંગ-૨ કિ.રૂ.૪,૫૦૦/- મળી કુલ કિ.રૂ.૮,૪૦૦/- ના મુદ્દામાલ સાથે પકડી લીધા હતા અને રેઇડ દરમિયાન (૩) વિષ્ણુભાઇ નરપતભાઇ વસાવા( રહે. મહીજીપુરા તા .તિલકવાડા જી.નર્મદા) (૪)ભયાભાઇ બચુભાઇ વસાવા (રહે.મહીજીપુરા તા.તિલકવાડા જી.નર્મદા )(૫) મનોજ ભાઇ મીઠાભાઇ વસાવા (રહે.મહીજીપુરા તા.તિલકવાડા જી.નર્મદા) (૬) યોગેશભાઇ નટવરભાઇ વસાવા (રહે. મહીજીપુરા તા.તિલકવાડા જી.નર્મદા) (૭) દિપેશભાઇ કનુભાઇ વસાવા (રહે.મહીજીપુરા તા.તિલકવાડા જી. નર્મદા) (૮) સતિષભાઇ મહેશભાઇ વસાવા (રહે. મહીજીપુરા તા.તિલકવાડા જી.નર્મદા )નાઓ નાશી જતા પોલીસે આ છ ને વોન્ટેડ જાહેર કરી ગુનો નોંધી શોધખોળ શરૂ કરી છે.
(11:52 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
