<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 17th August 2024

વાવડી પાસે આવેલી હોટલ VR INN માં જમવા ગયેલા પરિવારના ભોજનમાંથી જીવડું નીકળતા ઉઠ્યા સવાલ

હોટલ સંચાલકે પણ કબૂલ્યું કે હા જીવડું નીકળું હતું પણ હમણાં ચોમાસાની સીઝનમાં આવું બની શકે

(ભરત શાહ દ્વારા) રાજપીપળા:નર્મદા જિલ્લામાં ફૂડ એન્ડ ડ્રગની કચેરી કાર્યરત નહિ હોવાથી કેટલાક હોટલ અને રેસ્ટોરન્ટના સંચાલકો ગ્રાહકોને હલકી ક્વોલિટીનું ભોજન કે નાસ્તો આપતા હોય છે જેનો એક દાખલ ગઇકાલે જોવા મળ્યો જેમાં રાજપીપળા પાસે આવેલ વાવડી ગામ નજીક આવેલી એક હોટલ માં પરિવાર સાથે જમવા ગયેલા એક વ્યક્તિના શાકમાંથી જીવડું નીકળતા હોટલની કામગીરીનો સવાલ ઉઠ્યા હતા

રાજપીપળા રાજપૂત ફળિયામાં રહેતા અને નગરપાલિકા માં કામ કરતા એક કર્મચારી ભુપેન્દ્રભાઇ પોતાના પરિવાર સાથે વાવડી પાસે આવેલી હોટલ VR INN માં જમવા ગયા હતા એમણે ત્યાં ચણા મસાલાનો ઓર્ડર કર્યા બાદ પરિવાર સાથે ભોજન કરવા બેઠા પરંતુ થોડુક જમ્યા બાદ ચણા મસાલાની પ્લેટ માંથી જીવડું નીકળતા ભુપેન્દ્રભાઇ એ હોટલ સંચાલક ને ફરિયાદ કરી હતી.
- જોકે આ મુદ્દે હોટલ VR INN ના સંચાલક ઝહીર અબ્બાસે ટેલીફોનીક વાતમાં કબૂલ કર્યું કે હા, એમના ચણા મસાલા માં જીવડું નિકળ્યું હતું પણ એમાં અમારો વાંક નથી કેમ કે હાલમાં ચોમાસાની સીઝન હોવાથી આવું બન્યું હશે બાકી અમે દરેક બાબતની તકેદારી રાખીએ છીએ.
પરંતુ જે પણ કંઈ હોય ગ્રાહક ના જમવા માંથી જીવાત નિકળી એ બાબત આરોગ્ય સાથે ચોક્કસ ચેડા કરે છે માટે નર્મદા જિલ્લામાં આવી હોટલો પર કડક ચેકીંગ જરૂરી છે. માટે ફૂડ એન્ડ ડ્રગ વિભાગ આ બાબતે કડક કાર્યવાહી કરે તેવી માંગ ઉઠી છે.

 

(12:06 AM IST)