<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 17th August 2024

ભાદરવા ગામમાંથી પાડાની ચોરી કરનાર 2 શખ્સો ને ઝડપી પાડતી તિલકવાડા પોલીસ

(ભરત શાહ દ્વારા)  રાજપીપળા:પ્રશાંત સુંબે, પોલીસ અધિક્ષક, નર્મદા નાઓની સુચના અને સંજય શર્મા, નાયબ પોલીસ અધિક્ષક, એકતાનગર ડીવીઝન તથા એસ.કે.ગામીત, સર્કલ પોલીસ ઇન્સ્પેકટર, એકતાનગર નાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ જિલ્લામાં ચોરીના ગુનાઓ અટકાવવા સારૂ અસરકારક કામગીરી કરવા સુચના આપતા, તિલકવાડા પો.સ્ટે.માં ચોરી નો ગુનો તા.૧૫/૦૮/ ૨૦૨૪ ના રોજ દાખલ થયો હતો.આ ગુનાની હકીકત એવી છે કે, ગઇ તા.૧૨/૦૮/ ૨૦૨૪ થી તા.૧૫/૦૮/૨૦૨૪ સુધીના કોઈ પણ સમય દરમ્યાન ભાદરવા ગામે ભાથીજી મહારાજના મંદિરે માનતામાં છોડવામા આવેલ એક પાડો કાળા કલરનો જેના માથાના ભાગે સફેદ કલરનો ચાંદલા વાળો જેની ઉમર આશરે આઠ વર્ષનો કિ.રૂ.૨૫,૦૦૦/- નો કોઇ અજાણ્યા ચોર ઇસમે ચોરી કરી લઇ ગયેલ જે ગુનો રજીસ્ટર થયેલ હતો. આ ગુનાની તપાસ માં  જે.એમ. લટા પોલીસ સબ ઇન્સ્પેકટર તિલકવાડા પોલીસ સ્ટેશન નાઓને મળેલ બાતમીના આધારે ગણતરીના કલાકોમાં  (૧) અમુમિયા ઇસ્માઇલમિયા સિંધી,( રહે.પોયડા સિંધીવાસ તા.બેચરાજી જી.મહેસાણા) તથા (૨) મેહુલ ભાઇ વિભાભાઇ ગમારા( મુળ રહે. શીરવાણીયા તા.જી. બોટાદ હાલ રહે.શમસાબાદ તા.જી.વડોદરા )નાઓને ભાદરવા ગામેથી પકડી પુછપરછ કરતા તેઓએ પાડો ચોરી કરેલાની કબૂલાત કરતા આ ગુનામાં ચોરી કરેલ પાડો કિ.રૂ.૨૫,૦૦૦/- નો રીકવર કરી ગુનો ડીટેકટ કર્યો હતો.

(12:08 AM IST)