News of Saturday, 17th August 2024
અસ્થિર મગજના બેનનું તેમના પરીવાર સાથે સુખદ મિલન કરાવતી તિલકવાડા પોલીસ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા :પ્રશાંત સુંબે, પોલીસ અધિક્ષક નર્મદા નાઓએ જીલ્લામાં જાહેર રોડ, ફુટપાથ તેમજ અન્ય જાહેર જગ્યા ઉપર રજળતા, નિરાધાર, ઘર વિહોણા અને બિનવારસી બાળકો, સ્ત્રીઓ તથા પુરુષો ફરતા જોવા મળતા હોય છે તેવી વ્યક્તિઓ પોતાના પરીવારથી કોઈ પણ કારણસર વિખુટા પડી ગયેલ હોય જેથી આવા વ્યક્તિઓની તેમના પરીવાર સાથે મેળાપ કરાવવા અંગે યોગ્ય કામગીરી કરવા સુચનાના આપતા સંજય શર્મા નાયબ પોલીસ અધિક્ષક એકતાનગર વિભાગ એકતાનગર નાઓના માર્ગદર્શન હેઠળ તિલકવાડા પોલીસ સ્ટેશન પોલીસ સબ ઈન્સ્પેક્ટર જે.એમ.લટા પોતે ટીમ પોલીસ ટીમ સાથે તિલકવાડા પોલીસ સ્ટેશન ટાઉન વિસ્તારમાં પેટ્રોલીંગમા હતા તે દરમ્યાન તિલકવાડા બજારમાં આવતા એક બેન આમ-તેમ ફરતા જોવા મળેલ જેથી તે બેનને મહીલા પોલીસ સાથે રાખી પુપરછ કરતા આ બેનની અસ્થિર મગજના જણાતા આ બેન થોડી ઘણી છોટાઉદેપુર બાજુની ભાષા બોલતા ટેલીફોનિક જાણ કરતા તેમનુ નામ મોગલીબેન સોલીયાભાઈ ઉકારીયાભાઇ ભીલ આશરે (ઉ.વ.૬૦)( રહે. મોગરા તા.ક્વાંટ જી.છોટાઉદેપુર)નાની હોવાનુ જાણવા મળતા તેના ગામનો સંપર્ક કરી પરીવારનો સંપર્ક કરતા તેમના દિકરાને જાણ કરતા તેઓ તિલકવાડા પોલીસ સ્ટેશન ખાતે આવેલ અને એકાદ મહીનાથી વિધવા બેન વિખુટા પડેલ તેમનો પુત્ર તેમજ સગા સંબંધી સાથે સુખદ મિલન કરાવ્યું હતું.
(12:09 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
