<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 17th August 2024

જીતપુરા ચોકડી પાસે ઉછીના લીધેલા રૂપિયા પરત નહિ કરવા બાબતે બબાલ : માર મારનાર 8 વિરૂદ્ધ ફરિયાદ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા:નર્મદા જિલ્લાના ગરુડેશ્વર તાલુકાના જીતપુરા ગામની ચોકડી પાસે થયેલી મારામારી બાબતે આઠ શખ્સો વિરુદ્ધ ફરિયાદ થતાં પોલીસે ગુનો દાખલ કર્યો છે
   પ્રાપ્ત માહિતી અનુસાર સંતોષભાઇ મહેન્દ્રભાઈ જાતે-તડવી ઉ.વ.૨૫ ધંધો-મજુરી( રહે-જીતપુરા પટેલ ફળીયુ તા-ગરુડેશ્વર જી-નર્મદા) નાઓ એ આપેલ ફરિયાદ મુજબ
તારીખ .૧૪/૦૮/૨૦૨૪ ના રાત્રીના ૧૦ વાગે જીતપુરા ચોકડી ખાતે આવેલ પેટ્રોલપંપ ખાતે તેમણે પ્રવિણભાઇ અર્જુનભાઇ વસાવા( રહે, નવા વાઘપુરા તા.ગરુડેશ્વર જી.નર્મદા )નાઓ પાસેથી ઉછીના પૈસા લીધેલ હોય જે તે બાબતે તેઓ અવાર-નવાર ફોન કરી પૈસા માંગતા હોય જેથી અમે અમારા પાસે પૈસા ન હોય તેમ કહેવા માટે ઉભા હતા તે વખતે પ્રવીણભાઈ તથા જીજ્ઞેશસિંહ ચંપકસિંહ ગોહિલ (રહે.ગોપાલપુરા તા.નાંદોદ જી.નર્મદા)  મો.સા  લઇને આવી સંતોસભાઈ પાસે આવી કહેવા લાગેલ કે મારા ઉછીના લીધેલ પૈસા કેમ આપતો નથી તેમ કહી ગાળો બોલી ઉશ્કેરાઇ જઇ પ્લાસ્ટીકની પાઇપથી માથામાં સપાટો મારી દિધેલ તેમજ આરોપી જીગ્નેશભાઈ એ ગમે ગાળો બોલી તેના હાથમાંની લોખંડની પાઇપ વડે જમણા પગની જાંઘના ભાગે તેમજ માથાની ડાબી બાજુ સપાટો મારી ઇજા કરેલ ત્યારબાદ (૩) સતિષભાઇ મહેશભાઈ તડવી( રહે.હિરાપુરા તા. ગરૂડેશ્વર જી.નર્મદા) (૪)હેતનભાઇ અશોકભાઇ તડવી (રહે.હિરાપુરા તા. ગરૂડેશ્વર જી.નર્મદા) (૫)વિરેન્દ્રભાઈ સુરેશભાઈ વસાવા (રહે.નવા વાઘપુરા તા.ગરૂડેશ્વર જી.નર્મદા) (૬)વિપુલભાઇ દિનેશભાઈ વસાવા( રહે.નવા વાઘપુરા તા.ગરુડેશ્વર જી.નર્મદા )(૭)અજયભાઇ વસાવા જેના બાપના નામની ખબર નથી તે (રહે.નવા વાઘપુરા તા.ગરૂડેશ્વર જી.નર્મદા) (૮)અનિલભાઇ ઉર્ફે નાનકો ગંગારામભાઇ વલવી (રહે. મોટારાયપુરા તા.નાંદોદ જી.નર્મદા) નાઓ પણ ભેગા આવી તેમને મુક્કા વડે શરીરે ગમે તેમ મારી ઇજા કરી જાનથી મારી નાખવાની ધાક ધમકી આપી આપતા રાજપીપળા પોલીસે એટ્રોસીટી સહિતની કલમો સાથે ગુનો દાખલ કર્યો છે.

(12:10 AM IST)