<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 17th August 2024

મોડીરાત્રે અમદાવાદમાં જામ્યો વરસાદી માહોલ : અનેક વિસ્તારમાં અનરાધાર વરસાદ ખાબક્યો

એસ.જી હાઈવે, બોપલ, બોડકદેવ, સિંધુભવન, વસ્ત્રાપુર, સેટેલાઈટ, જોધપુર, થલતેજ, ગુરુકુલ, સોલા, રાણીપ, ચાંદખેડા, શિવરંજની સહિતના વિસ્તારોમાં અચાનક જ વરસાદ તૂટી પડ્યો

અમદાવાદમાં આ વર્ષે જોઈએ તેટલો વરસાદ હજુ સુધી નથી પડ્યો. જ્યારે છેલ્લા 2-3 દિવસથી શહેરમાં બપોરના સમયે ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. એવામાં આજે મોડી રાતે અમદાવાદના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. રાતે 10 વાગ્યાની આસપાસ તોફાની પવન ફૂંકાવા સાથે શહેરમાં ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો.

શહેરના એસ.જી હાઈવે, બોપલ, બોડકદેવ, સિંધુભવન, વસ્ત્રાપુર, સેટેલાઈટ, જોધપુર, થલતેજ, ગુરુકુલ, સોલા, રાણીપ, ચાંદખેડા, શિવરંજની સહિતના વિસ્તારોમાં અચાનક જ વરસાદ તૂટી પડ્યો હતો.

મોડી રાતે વરસેલા વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. જેના કારણે અસહ્ય ઉકળાટથી ત્રાહિમામ પોકારી રહેલા શહેરીજનોએ રાહતનો શ્વાસ લીધો હતો.



 

(12:45 AM IST)