News of Saturday, 17th August 2024
આગામી ત્રણ દિવસ રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી
સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર , જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ જિલ્લામાં અમુક ભાગોમાં હળવો વરસાદ વરસશે

અમદાવાદ : હવામાન વિભાગ દ્વારા આગામી 19 ઓગસ્ટ સુધી રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. આ દરમિયાન બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહિસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ જિલ્લામાં મોટાભાગના સ્થળોએ ગાજવીજ સાથે વરસાદ થઇ શકે છે.
સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર , જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ જિલ્લામાં અમુક ભાગોમાં હળવોથી મધ્યમ વરસાદ થઇ શકે છે.
(12:39 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
