<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 17th August 2024

દેશમાં ૧ વર્ષમાં ૧.૪૨ લાખ મેટ્રિક ટન મધ ઉત્‍પાદનઃ દૂધ પ્રાપ્‍તિમાં વાર્ષિક ૬ ટકા વધારો

નરહરિ અમીનનો સવાલ, અમિતભાઇ શાહનો જવાબ

રાજકોટ,તા. ૧૭: શ્રી નરહરિ અમીન (સંસદસભ્‍ય, રાજયસભા) દ્વારા દૂધ અને મધ ઉત્‍પાદન કરતી સરકારી મંડળીઓને પ્રોત્‍સાહન આપવા અંગે સંસદમાં પુછેલ પ્રશ્‍નના અનુસંધાને, દૂધ અને મધનાં ઉત્‍પાદનમાં વૃધ્‍ધિ કરવા માટેની ભારત સરકારની યોજાનાઓ અને તેના ઉદ્દેશ્‍યોની માહિતી સાથે વિસ્‍તૃત જવાબ આપતાં સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહે જણાવ્‍યું હતું કે, ડેરી અને મધ ઉત્‍પાદન કરતી સરકારી મંડળીઓને પ્રોત્‍સાહન આપવા ભારત સરકાર દ્વારા મુખ્‍યત્‍વે નીચે મુજબની યોજનાઓનો અમલ થઇ રહ્યો છે.

ડેરી સહકારી મંડળીઓઃ ૧. પશુપાલન ઇન્‍ફ્રાસ્‍ટ્રકચર ડેવલપ મેન્‍ટ ફંડઃ આ ફંડનો ઉદ્દેશ્‍ય નવા પ્રોસેસિંગ પ્‍લાન્‍ટ્‍સ અને મૂલ્‍યવર્ધિત ઉત્‍પાદનો માટે ઉત્‍પાદન સુવિધાઓનું આધુનિકીકરણ અને નિર્માણ કરવાનો છે, જેથી ખેડૂતોના સતત લાભ માટે ડેરી સહકારી સ્‍પર્ધાત્‍મક રહે. આ યોજનાનો અમલ નેશનલ ડેરી ડેવલપમેન્‍ટ બોર્ડ, નેશનલ કોઓપરેટિવ ડેરી કોર્પોરેશન અને એન્‍ડ બોરોઅર્સ દ્વારા કરવામાં આવે છે.

૨. ડેરી પ્રવૃત્તિઓમાં રોકાયેલા ડેરી સહકારી અને ખેડૂત ઉત્‍પાદક સંગઠનોને સહાયક કાર્યકારી મૂડી લોન માટે વ્‍યાજ સહાય.

આ યોજના ઉત્‍પાદક સંગઠન (POs) ને વર્કિંગ કેપિટલ લોન પર વાર્ષિક ૨્રુ વ્‍યાજ સહાય પૂરી પાડે છે. લોનની ચુકવણી/વ્‍યાજ સેવાના સમયગાળાના અંતે તાત્‍કાલિક અને સમયસર ચુકવણી માટે વાર્ષિક વધારાના ૨% વ્‍યાજ સહાય ચૂકવવાપાત્ર છે.

૩. ડેરી વિકાસ માટેનો રાષ્ટ્રીય કાર્યક્રમઃ ઘટક ‘A’ ગુણવત્તાયુક્‍ત દૂધ પરીક્ષણનાં સાધનો અને પ્રાથમિક ચિલિંગ સુવિધાઓ માટે ઈન્‍ફ્રાસ્‍ટ્રક્‍ચરની રચના અને તેને મજબૂત કરવા પર ધ્‍યાન કેન્‍દ્રિત કરે છે.

મધ ઉત્‍પાદન કરતી સહકારી મંડળીઓ માટેઃ-

૧. ૧૦૦૦૦ ખેડૂત ઉત્‍પાદન સંગઠનોની રચના અને પ્રોત્‍સાહનઃ

રાષ્ટ્રીય મધમાખી ઉછેર અને મધ મિશનએ સંભવિતતા મુજબ ૧૦૦ મધ ફાર્મર્સ પ્રોડ્‍યુસર્સ ઓર્ગેનાઈઝેશનની ભલામણ કરી છે. ૧૦,૦૦૦ FPO ની રચના અને પ્રમોશનની કેન્‍દ્રીય યોજના હેઠળ, ૧૦૦ મધ FPO ની નોંધણી કરવામાં આવી છે.

૨. રાષ્ટ્રીય મધ માખી ઉછેર અને મધ મિશનઃ

આ યોજનાનો ઉદ્દેશ્‍ય ક્ષમતા નિર્માણ અને તાલીમ, ઈન્‍ફ્રાસ્‍ટ્રક્‍ચર સર્જન અને મૂલ્‍યવર્ધન પર ભાર મૂકીને ‘સ્‍વીટ રિવોલ્‍યુશન'ના ધ્‍યેયને હાંસલ કરવા મિશન મોડમાં વૈજ્ઞાનિક મધમાખી ઉછેર માટે એકંદર પ્રોત્‍સાહન આપવાનો અને વિકાસનો છે. મધમાખી ઉછેર પ્રવૃત્તિઓને પ્રોત્‍સાહન આપવા માટે નેશનલ ડેરી ડેવલપમેન્‍ટ બોર્ડનાં ડેરી સહકારી નેટવર્કનો લાભ મળે છે અને ડેરી સહકારી મંડળી દ્વારા પરીક્ષણ લેબ અને પ્રોસેસિંગ પ્‍લાન્‍ટ જેવી લણણી પછીની માળખાકીય સુવિધાઓની સ્‍થાપના કરવામાં મદદ કરે છે.

૩. પશુપાલન અને કિસાન કલ્‍યાણ મંત્રાલય મુજબ, ભારતે ૨૦૨૨-૨૩ દરમિયાન લગભગ ૧,૪૨,૦૦૦ મે. ટન મધનું ઉત્‍પાદન કર્યું હતું. ઇન્‍ટરનેશનલ માર્કેટ એનાલિસિસ રિસર્ચ એન્‍ડ કન્‍સલ્‍ટિંગ ગ્રૂપના અહેવાલ મુજબ, ભારતનું મધ માર્કેટ ૨૦૧૭-૨૦૨૨ દરમિયાન ૧૧.૬% વધ્‍યું હતું. છેલ્લા પાંચ વર્ષ (૨૦૧૯-૨૦ થી ૨૦૨૩-૨૪) દરમિયાન દેશમાં ડેરી સહકારી મંડળીઓ દ્વારા દૂધની પ્રાપ્તિમાં વાર્ષિક આશરે ૬%નો વધારો થયો છે.

(10:00 AM IST)