News of Saturday, 17th August 2024
હિરા ઉદ્યોગને મંદીનું ગ્રહણ :જન્માષ્ટમીની રજાઓનું વેકેશન પાડતા રત્નકલાકારોની સ્થિતિ કફોડી બની
સુરત ડાયમંડ વર્કર યુનિયને વેકેશનનો પગાર આપવા માગ કરી : નાયબ શ્રમ આયુક્તને લેખિતમાં રજૂઆત

સુરત : છેલ્લા લાંબા સમયથી હિરા ઉદ્યોગ પર મંદીના વાદળો ઘેરાયા છે. છેલ્લા કેટલાય મહિનાઓથી હિરા ઉદ્યોગ મંદીનો માર સહન કરી રહ્યો છે. આ તમામ વચ્ચે હાલ સાતમ આઠમના તહેવારોનું વેકેશન પડતા રત્ન કલાકારોને જાણે પડતા પર પાટુ જેવી સ્થિતિ થઈ છે. ત્યારે સુરત ડાયમંડ વર્કર એસોસિએશને વેકેશનનો પગાર આપવા માગ કરી છે. નાયબ શ્રમ આયુક્તને લેખિતમાં રજૂઆત કરી છે.
વેકેશન પાડનારા હિરા કારખાનાની તપાસ માટે સ્કલોડ બનાવવા માગ કરી છે. કેટલા હિરાના કારખાના બંધ કરીને વેકેશન પાડ્યુ તેની તપાસની માગ કરાઈ છે. રત્નકલાકારોને વેકેશનનો પગાર ચૂકવાયો કે નહીં તેની તપાસની માગ કરાઈ છે. જો વેકેશનનો પગાર નહીં ચૂકવાયો હોય તો કાર્યવાહી કરવા જણાવ્યુ છે.
(10:59 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
