<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 17th August 2024

બનાસકાંઠા, સાબરકાંઠામાં યલો એલર્ટ:રાજ્યના અન્ય જીલ્લામાં છૂટા છવાયા વરસાદની આગાહી

આગામી પાંચ દિવસ ગુજરાતના તમામ જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદનું પૂર્વાનુમાન

અમદાવાદ : હવામાન વિભાગ દ્વારા આગામી 5 દિવસ રાજ્યમાં ફરી વરસાદી માહોલ છવાઈ શકે છે. હવામાન વિભાગ દ્વારા ગુજરાતનાં બે જીલ્લાઓમાં યલો એલર્ટ જાહેર કર્યું છે.

   હવામાન વિભાગે બનાસકાંઠા, સાબરકાંઠામાં યલો એલર્ટ સાથે ભારે વરસાદની આગાહી કરી છે. તેમજ રાજ્યનાં અન્ય જીલ્લામાં છૂટા છવાયા વરસાદની આગાહી કરી છે.

   આગામી પાંચ દિવસ ગુજરાતના તમામ જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદનું પૂર્વાનુમાન છે. આજે બનાસકાંઠા અને સાબરકાંઠામાં ભારે વરસાદની આગાહી છે અને સાથે જ યલો એલર્ટ છે.

   ગુજરાતનાં બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહિસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી તેમજ અનેક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરી છે.

  સૌરાષ્ટ્ર, કચ્છનાં સુરેન્દ્રનગર, જામનગર, રાજકોટ, પોરબંદર, જુનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ તેમજ કચ્છ સહિતનાં વિસ્તારોમાં છૂટા છવાયા વરસાદી ઝાપટા પડી શકે છે.

(11:41 AM IST)