<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 17th August 2024

૮૨ વર્ષની ઉંમરે ભ્રષ્‍ટાચારીઓ સામે લડવા મેદાને પડેલા વડીલ સહિત કુલ ૪૫ ફરિયાદીઓનું એસીબી વડા શમશેરસિંઘ દ્વારા બહુમાન

ફરિયાદ કર્યા પછી તમને કોઇ તકલીફ નથી ને ? એસીબી અધિકારીઓ ૧૩૧૭ ફરિયાદીના દ્વારે સામેથી પહોંચતા મોટી અસર.. કુલ ૫૭૦નું બહુમાન.. ગુજરાતના ઇતિહાસમાં સર્વપ્રથમ નવતર અભિગમ રોજે રોજનું કમાઇ, ત્‍યારબાદ ખાવાનું જેમના માટે છે તેવા લોકો માટે ૧૦૦ રૂપિયા મોટા છે, રાજ્‍ય અને કેન્‍દ્રની નીતિ મુજબ છેવાડાનાં માનવીને ન્‍યાય મળે તે અમારી પ્રાથમિકતા છેઃ ગુજરાતના લાંચ રૂશ્વત વિરોધી વિભાગના વડા સાથે વાતચીત

રાજકોટ તા.૧૭: રાજકોટ ગેમઝોનની કરુંણાતિકાના પગલે પગલે લોકોને જાગૃત કરી વગદાર માનતા આરોપીઓ સામે પગલાંઓ લેવડાવવામાં રાજય સરકારના પૂર્ણ સહયોગથી  જેમનો સિંહફાળો રહ્યો છે તેવા લાંચ રૂશ્વત વિરોધી વિભાગના વડા શમશેર સિંઘ દ્વારા પોતાના વિભાગ સાથે લોકોને આવા ભ્રષ્ટાચારીઓ સામે આગળ આવવા માત્ર અપીલ કરી સંતોષ માનવાને બદલે આવા ફરિયાદીઓનું તમામ રીતે રક્ષણ કરી તેમનો સામેથી સંપર્ક કરી તેમની પુરતી તકેદારી લેવામાં કેર પ્રોગ્રામ અંતર્ગત  કુલ ૫૩૩ જેટલા ફરિયાદીઓ કે જેમાં ૮૨ વર્ષના સિનિયર સિરીઝનનુ પણ બહુમાન કરેલ. સ્‍વાતંત્ર પર્વ અંતર્ગત એસીબી હેડ ક્‍વાટર ખાતે કુલ ૪૫ લોકોના બહુમાન કરવા સાથે રાજયભરમાં આવેલ એસીબી ઓફિસમાં મદદનીશ નિયામક અને પીઆઇ હસ્‍તે ધ્‍વજવંદન કાર્યક્રમ રાખી ત્‍યાં પણ ફરિયાદીના બહુમાન થયેલ.

આ કાર્યક્રમની વિશેષતા એ હતી કે ૮૨ વર્ષના નિવૃત્ત શિક્ષક દ્વારા લાંચ આપવાંનાં બદલે ફરિયાદ કરી, નવી પેઢી માટે પ્રેરણારૂપ કાર્ય કરેલ, જેમનું વિશિષ્ઠ બહુમાન થયેલ.

ફરિયાદી ખુદ પણ હવે પોતાના એસીબીનાં સુખદ અનુભવ આધારે આ જાગૃતિ અભિયાનમાં જોડાયા છે, પ્રધાનમંત્રી આવાસ યોજના જેવી ઉમદા યોજના બદનામ થાય તેવું કૃત્‍ય કરનાર અને આ કામમાં લાંચ માંગનારને લાંચના છટકામાં પકડાવી દાખલો બેસાડનાર બેચરભાઈ સોલંકી કહે છે કે આરોપ ન મુકો સીધી ફરિયાદ કરો,તો જ પરિણામ આવે.

ખૂબ માનવીય અભિગમ ધરાવતા ઇન્‍ચાર્જ એસીબી વડા શમશેરસિંઘ જણાવે છે કે નાના માણસો કે જે માંડ માંડ પોતાનું ઘર ચલાવે છે, તેને માટે ૧૦૦ રૂપિયા પણ મોટી રકમ છે, અમે આ બાબત કેન્‍દ્રમાં રાખી કેન્‍દ્ર અને રાજય સરકારની છેવાડાનાં માનવીને ન્‍યાય મળે તેની કાળજી રાખવા ફકત સૂચના આપી સંતોષ માન્‍યો નથી તેની અમલવારી થાય તે માટે આખી સિસ્‍ટમ્‍સ વિકસવી છે. અમારા કેર પ્રોગ્રામ અંતર્ગત એમે ૧૩૧૭ ફરીયાદીનો કોન્‍ટેક્‍ટ કર્યો છે.

(12:15 PM IST)