<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 17th August 2024

અમદાવાદ એરપોર્ટ ઉપર ફરી એક વાર બર્ડ હિટની ઘટના : ફ્લાઇટમાં બેઠેલા 160 મુસાફરો ગભરાઈ ગયા

કુઆલલામપુર જતી ફલાઈટમાં પક્ષી અથડાતા વિમાનમાં મોટુ નુકશાન થયુ

અમદાવાદમાં આજે સવારે  એરપોર્ટ ઉપર બર્ડ હિટની ઘટના બની હતી. કુઆલલામપુરથી આવતી ફલાઈટમાં એક પક્ષી અચાનક આવતા અથડાઈ ગયુ હતુ. જેથી તે ફલાઈટને બેઠેલા 160 મુસાફરો ગભરાઈ ગયા હતા. અને તાત્કાલિક તેને અમદાવાદ એરપોર્ટ ઉપર ઉતારવામાં આવ્યુ હતુ.
અમદાવાદમાં ઈન્ટરનેશનલ એરપોર્ટ ઉપર બર્ડ હિટની ઘટનાઓ દિવસે દિવસે વધારો જોવા મળી રહે છે. તેના કારણે મુસાફરો હેરાન થતા હોય છે. બસ આવો એક બનાવ બુધવારની રાતે કુઆલલાપુર જતી ફલાઈટમાં બન્યો હતો. આ ફલાઈટમાં આગળ એક  પક્ષી અથડાતા ફલાઈટને મોટુ નુકશાન થયુ હતુ. અને તેના કારણે ધડામ કરતા અવાજ આવ્યો હતો. તેના કારણે અંદર બેઠેલા મુસાફરો ગભરાઈ ગયા હતા. તે ફલાઈટને તાત્કાલિક એરપોર્ટ ઉપર ઉતારવામાં આવ્યુ હતુ.
જ્યારે બર્ડ હિટ થયુ ત્યારે અંદર બેઠેલા મુસાફરોમાં ડરનો માહોલ જોવા મળી રહ્યો હતો. અને અમદાવાદ એરપોર્ટ ઉપર તેમને બેસાડવામાં આવ્યા હતા. પણ પ્લેનમાં વધારે પડતુ નુકશાન થવાના કારણે પ્લેન ઉડ શકે તેવી સ્થિતિમાં ન હતુ ત્યારે તમામ 160 મુસાફરોને એરલાઈનને તમામ મુસાફરોને હોટેલમાં ઉતારો આપવામાં આવ્યો હતો.
બર્ડ હિટના કારણે પ્લેનમાં મોટુ નુકશાન થયુ હતુ. અને એન્જિનિયરિંગનું ખામી હોવાથી તેથી તે પ્લાન રિપેરન થતા હજુ સુધી તે પ્લેન અમદાવાદ એરપોર્ટ ઉપર છે. ત્યારે એરલાઈન તરફથી 160 મુસાફરો માટે અલગથી બીજી પ્લેન કરીને તેમને રવાના કર્યા હતા.

(1:24 PM IST)